રૂ. 2.7 લાખ પ્રતિ કિલોએ વેચાઈ છે આ કેરી.. કેરીની સુરક્ષા માટે ગાર્ડ અને શ્વાન રાખવા પડે છે! છે ને નવાઈની વાત!

- text


કેરીની જાતનું નામ છે Tayo no Tamango : જાપાનમાં ઉગાડાતી આ પ્રકારની કેરીની ખેતી થાય છે જબલપુરમાં

મોરબી : ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ માનવામાં આવે છે. અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા માટે લોકો સારી એવી રકમ ખર્ચવા તૈયાર છે. આ જ કારણ છે કે જાપાનમાં ઉગાડાતી Tayo no Tamango નામની કેરીની જાતની ખેતી જબલપુરમાં થાય છે. તમે એ જાણીને ચોંકી જશો કે આ કેરી રૂ. 2.7 લાખ પ્રતિ કિલોએ વેચાઈ છે અને કેરીની સુરક્ષા માટે ગાર્ડ અને શ્વાન પણ રાખવા પડે છે!

છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે. વાસ્તવમાં તે તેની કિંમતને કારણે લોકોની નજરમાં આવી છે. મધ્યપ્રદેશના જબલપુરમાં Tayo no Tamango નામની કેરી ઉગાડવામાં આવે છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. તે સામાન્ય રીતે જાપાનમાં ઉગાડવામાં આવે છે. જો કે તેની ખેતી જબલપુરમાં શરૂ થઈ ગઈ છે. આ કેરીની કિંમત વધુ હોવાથી તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી સંકલ્પ પરિહારે આ કેરીઓને બચાવવા માટે પોતાના બગીચામાં 3 ગાર્ડ અને 9 કૂતરા રાખ્યા છે. થોડા સમય પહેલા બગીચામાંથી કેટલીક કેરીઓ પણ ચોરાઈ હતી. આવી સ્થિતિમાં તેઓએ કેરીની સલામતી માટે વ્યવસ્થા કરવી પડી હતી. આ માટે તેમને વધારાના પૈસા પણ ખર્ચવા પડે છે.

- text

કેરીની આ જાત જાપાનમાં પોલી હાઉસમાં ઉગાડવામાં આવે છે, પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની બંજર જમીન પર ખુલ્લા વાતાવરણમાં વાવી છે. તે કહે છે કે શરૂઆતમાં તેણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષો વાવ્યા હતા. તેના બગીચામાં હવે તેની પાસે 14 વર્ણસંકર અને છ વિદેશી જાતોની કેરી છે. હાલમાં તેમણે તેમના 4 એકરના બગીચામાં 14 વિવિધ પ્રકારની કેરીઓનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત તેમણે તાયો નો તમંગોના 52 વૃક્ષો પણ વાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે આ કેરી સંપૂર્ણ પાકી જાય છે ત્યારે તેનું વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. આ સાથે તેનો રંગ આછો લાલ અને પીળો થઈ જાય છે અને તેની મીઠાશ પણ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઉપરાંત અન્ય કેરીની સરખામણીમાં ફાઈબર બિલકુલ જોવા મળતું નથી.

- text