માળિયા તાલુકાના સુલતાનપુરની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો

- text


માળિયા(મી.) : માળિયા મિયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા,સૂત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

માળિયા મીયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં ગત તા.1ના રોજ મતદાન જાગૃતિ દિવસની બાળકો અને શિક્ષકોએ સાથે મળીને ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા,સૂત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈને જાતે મતદાનને લગતા સૂત્રો,કાવ્ય અને અલગ અલગ ચિત્રો જાતે જ દોર્યા હતા.તેમજ સામાજિક વિજ્ઞાનને લગતો એક મુદ્દો લોકશાહીતંત્ર.આ મુદ્દાની સમજ પણ બાળકોમાં આ બધી પ્રવૃત્તિ કરાવીને આપી હતી.ભારત દેશને લોકશાહી દેશ કેમ કહેવામાં આવે છે એ મુદ્દો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સારી રીતે સમજાવવામાં આવ્યો હતો.

- text