વવાણીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા પખવાડિયા હેઠળ સ્વચ્છતા શપથ લેવાયા

- text


માળીયા (મી.) : સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા.સ્વચ્છતા સંદર્ભે અંતર્ગત તા.1 થી 15 સુધી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.તેમજ જાહેર જનતાને ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

ભારત સરકારની સૂચના અનુસાર તા.1 થી 15 એપ્રિલ સુધી ”સ્વચ્છતા પખવાડીયુ–2022ની ઉજવણી અંતર્ગત આ સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા અને એના હેઠળનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના તમામ આરોગ્ય સંસ્થાઓ તા. 1 થી 15 સુધી વિવિધ પ્રવુતિઓ કરવામાં આવશે.આજરોજ બધી જ આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા.

VHSNC/MAS દ્વારા સ્વચ્છતા કેમ્પ,રેલી,પોસ્ટર,રંગોળી,શેરી નાટક,વોલ પેઈન્ટીંગ વગેરે સ્વચ્છતાને લગતા વિડિયો બનાવવા કે અન્ય કોઈ આગવી પ્રવૃતિ શૌચાલયના ઉપયોગ અને ODF સ્ટેટસ જાળવી રાખવા માટેની,ODF ફી ગ્રામ દિવસ,જનજાગૃતિ,હેન્ડ વોશીંગ દિવસ,દરેક આરોગ્ય સંસ્થાઓમાં સ્ટેપ હેન્ડ વોશીંગ ડેમોસ્ટ્રેશન સ્વચ્છતા અભિયાન દિવસ,દરેક આરોગ્ય સંસ્થાઓમાં અને આરોગ્ય સંસ્થાઓની આસપાસ તબીબી અધિકારીઓ,આશા અને અન્ય સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન,જાહેર સ્થળો,સ્કુલ,આંગણવાડી,શ્રમદાન,એન.જી.ઓ.,સ્વૈચ્છિક સંસ્થાઓ,સ્વસહાય જુથોની મદદથી જનજાગૃતિ,મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન દિવસ,દરેક આરોગ્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ચેકલીસ્ટ ભરવું તથા કાયાકલ્પ એન્ટ્રી,વિશ્વ આરોગ્ય દિવસ,આરોગ્ય જાગૃતતા દિવસ,આરોગ્યપ્રદ જીવન શૈલી દિવસ / દરેક આરોગ્ય સંસ્થાઓમાં બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ અનુસાર જૈવિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે તાલીમ અને મીટીંગ,હાઈઝીન દિવસ જાગૃતતા અંગે સામુદાયીક અને આરોગ્ય કામગીરી,મેન્સ્ટ્રુઅલ હાઈઝીનમેન્ટુઅલ દિવસ,સંસ્થાઓમાં વાર્તાલાપ “ગ્રીન ઓફીસ પહેલ” અને વૃક્ષારોપણ અભિયાન,સામુદાયીક સ્તરે પાણી,સ્વચ્છતા અને સ્વચ્છતાનું મહત્વ,પ્રદુષણની નકારત્મક અસરો અને તેને ધટાડવા માટે જરૂરી પ્રયત્નો વિવિધ ચેપી રોગો પાણી અને હવાથી ફેલાતા રોગો,વેકટર બોર્ન રોગો વગેરે બાબતોની ચર્ચા તથા વ્યકિતગત સ્વચ્છતા અને ઓરલ હાઈઝીનની જાગૃતિ વગેરે સ્વચ્છતા પખવાડિક ઉજવણી અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે.

- text

બધી જ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ” હું ગંદકી કરીશ નહિ અને કરવા દઈશ નહિ ” એને અનુસરીને જો બધા પાલન કરશે.તો સ્વચ્છતા તરફનું એક ડગલું પૂરા ભારત દેશને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે.

- text