વવાણીયા‌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ 

- text


ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજી જનજાગૃતિ પત્રિકા વિતરણ કરાઈ

માળીયા(મી.) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા‌ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા દ્વારા ટી.બી‌ વિષે જન જાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી હતી.તેમજ ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.કોઈ વ્યક્તિમાં ટી.બી.ના લક્ષણ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી નિ:શુલ્ક સારવાર લેવા મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા‌ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી વિષે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પોતાના વિસ્તારનાં ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ અને શંકાસ્પદ ટી.બી કેસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જે.ટી.પટેલ માધ્યમિક હાઈસ્કૂલ મોટાભેલામાં ચિત્ર સ્પર્ધા થકી જન જાગૃતિ લાવવામાં આવી હતી.આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટીબીની સેવાઓ માટેનુ 21 દિવસનું કેમ્પેઈન તા.24 માર્ચ થી 13 એપ્રીલ અંતર્ગત જનજાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલન્સ કામગીરી ફિલ્ડ સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવી છે.આ સાથે જન જાગૃતિ થાય એ માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા દ્વારા આરોગ્ય શિક્ષણ,સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય પ્રચાર પસાર કરવામાં આવ્યો.

વડાપ્રધાન એ વર્ષ-2025 સુધીમાં ટીબી નિર્મુલન કરવાનું આહવાન કરેલ છે.જે અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમમાં ટીબી અંગે લોક જાગૃતિ ફેલાવવી, સારવાર પાલનની પ્રક્રિયા સુદ્રઢ કરવી અને ટીબીનાં દર્દીઓ તથા તેનાં કુટુંબીજનોને માનસિક અને સામાજીક સહકાર આપવો વગેરે કામગીરી કરવામાં આવી હતી.

- text

મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈને પણ ટીબીનાં શંકાસ્પદ લક્ષણો જેવા કે અઠવાડિયાથી વધારે ઉધરસ આવતી હોય,કફ નીકળતા હોય, છાતીમાં દુખાવો થતો હોય,સાંજે સાંજે ઝીણો ઝીણો તાવ આવતો હોય,વજનમાં ઘટાડો થતો હોય,ભૂખ ઓછી લાગતી હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાનો સંપર્ક કરી નિ:શુલ્ક કફની તપાસ કરી ટીબીનું નિદાન અવશ્ય કરાવો.

- text