હળવદમાં આવતીકાલે ગુરુવારે પાવર સપ્લાય સ્ટેગર ડે

- text


ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રહેશે

હળવદ : રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવેલ એ મુજબ આવતીકાલે ગુરુવારે હળવદ તથા હળવદમાં આવતા ગ્રામ વિસ્તારમાં ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

- text

રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી થયેલ હોય.જે મુજબ હળવદ વિભાગીય કચેરી હેઠળ આવતા હળવદ શહેર, હળવદ ગ્રામ્ય,ચરાડવા તથા સરા સબ ડિવિઝનમાં આવતીકાલે ગુરૂવારનો દીવસ નક્કી કરવામાં આવેલ છે.આથી આવતીકાલે એટલે કે તા.31ના રોજ સ્ટેગર ડે હોય.તેથી ઔદ્યોગિક એકમમાં સૂચનાનું ચુસ્તપણે પાલન થાય તે અનિવાર્ય છે.સવારથી જ ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રાખવા પી.જી.વી.સી.એલ.ના હળવદ ડિવિઝનના ઔદ્યોગિક વીજ ગ્રાહકોને યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

- text