પાડોશીએ જાનથી મારી નાખવા ધમકી આપતા યુવાને કેરોસીન છાંટયું : ગંભીર

- text


મહેન્દ્રનગરમાં પાડોશીએ સામું જોવા બાબતે પાઇપ માર્યા બાદ ગભરાયેલા યુવાનનું આત્મઘાતી પગલું

મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનને સામું જોવા બાબતે પાઈપથી ફટકારતા ગભરાયેલા યુવાને આત્મઘાતી પગલું ભરી પોતાના ઘેર કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લેતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહેન્દ્રનગરમાં ઊગમણા ઝાંપે શીતળા માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયા જાતે.કોળી ઉ.40ને પાડોશમાં રહેતા રાજાભાઇ રાયમલભાઇ કોળીએ સામું જોવા બાબતે ગાળો આપી પાઈપથી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

આ ઘટના બાદ ડધાઈ ગયેલા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયાએ પોતાના ઘેર કોઈ હાજર ન હોય તે વેળાએ શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી લેતા ગળાથી લઈ પગના તળિયા સુધી દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જ્યાં પોલીસ સમક્ષ પાડોશી રાજાભાઈએ માર મારી પતાવી દેવાની ધમકી આપતા બીકના માર્યા આ પગલું ભર્યાનું જાહેર કર્યું હતું.

બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયાની ફરિયાદને આધારે આરોપી રાજાભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text