રશિયા – યુક્રેન યુદ્ધ વચ્ચે પણ મોસ્કોમાં સિરામીક એક્ઝિબિશનમાં ડંકો વગાડતું મોરબી

- text


મોસબીલ્ડ એક્સ્પોના ડાયરેક્ટર ભાવિન દસાડીયા દ્વારા જબરદસ્ત આયોજન : મોરબી સીરામીક એસોસીએશનના હોદેદારોએ ભારતીય રાજદૂત સાથે રાત્રી ભોજન લીધું

મોરબી : પડકારજનક સ્થિતિમાં પણ અસ્તિત્વ ટકાવી રાખી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર તરીકે ઉભરી આવેલા મોરબીના ઉદ્યોગકારોએ હાલમાં યુક્રેન – રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિમાં પણ રશિયાના મોસ્કોમાં આયોજિત મોસબીલ્ડ સિરામીક એક્સ્પોમાં ભાગ લઈ મોરબીની અવનવી સિરામીક પ્રોડક્ટ પ્રદર્શિત કરી મોરબીનો ડંકો વગાડ્યો છે.

સિરામીક ક્લસ્ટર મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્સની રશિયા મોટું ખરીદદાર રાષ્ટ્ર છેપરંતુ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ધમાસાણ વચ્ચે મોટાભાગની એક્ટિવિટી બંધ છે ત્યારે આવી પ્રતિકૂળ સ્થિતિમાં રશિયાના મોસ્કો ખાતે ગઈકાલથી ચાર દિવસીય મોસબીલ્ડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે જેમાં મોરબીના 15થી વધુ ઉત્પાદકો જોડાયા છે.

મોસબીલ્ડ સિરામીક એક્સ્પોમાં સહભાગી બનેલ સોનેક્સ,કેરાવિટ સિરામીકના નિલેશભાઈ જેતપરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોએ પ્રવર્તમાન સ્થિતિમાં પણ હિંમતભર્યો નિર્ણય લઈ મોસ્કો ખાતે આયોજિત મોસબીલ્ડ સીરામીક એક્સ્પોમાં જોડાયા છે અને તમામ ઉત્પાદકોને ખુબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

- text

વધુમાં રશિયા મોસ્કો ખાતે મોસબીલ્ડ એક્ઝિબિશનમાં સહભાગી બનેલા મોરબી સીરામીક એસોસીએશનના સભ્યો સાથે મોસ્કો સ્થિત ભારતીય રાજદૂત પવન કપૂર દ્વારા રાત્રી ભોજનનું પણ આયોજન કર્યું હતું અને ચાર દિવસ સુધી ચાલનાર આ સિરામીક એક્સ્પો થકી મોરબીના સીરામીક ઉદ્યોગને સારું એવું બૂસ્ટઅપ મળે તેમ હોવાનું સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.

- text