મોરબીમાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

- text


યોજના હેઠળ કુલ ૩૮,૯૨,૦૧૫ રૂપિયાના કામોને શરતી વહિવટી મંજૂરી અપાઇ

મોરબી : જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરએન.કે. મુછારના અધ્યક્ષસ્થાને મળી હતી.બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના ૧૩ ગામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તથા પાણી સમિતિ દ્વારા કામો સમયસર પૂર્ણ થાય તે જોવા તાકીદ કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ૨,૫૯,૯૮૪ તેમજ હળવદ તાલુકાના માનસર ગામમાં ૩૬,૩૨,૦૩૧ મળીને કુલે ૩૮,૯૨,૦૧૫ રૂપિયાના કામોને શરતી વહિવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વાકાંનેર તાલુકાના ઓળ, શેખરડી,ભેરડા,જેપુર,મક્તાનપર,રાતડીયા તેમજ ટંકારા તાલુકાના ગજાડી ગામના કુલે ૧,૨૭,૦૧,૪૪૬ રૂપિયાના કામોની રીવાઇઝ વહિવટી મંજૂરી બહાલ કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ ૨૦૨૧-૨૨ માં પૂર્ણ થયેલ ૧૪ યોજનાઓના પાણી સમિતિ દ્વારા કરવામાં કામોની વિગતવાર સમીક્ષા કરી હિસાબો વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી અને યોજનાઓ પૈકી કુલ ૧,૯૬,૨૧,૪૪૪ રૂપિયાના કામો પૂર્ણ જાહેર કરવા બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

- text

વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની વડી કચેરીના પરિપત્રો વંચાણે લઇ તેનું નિયમોનુસાર પાલન કરવા, ગ્રામ પંચાયતની જૂની ટાંકી તોડી પાડવા, વિવિધ યોજનાના કામોમાં ખરીદ થતી પાઇપોની ગુણવત્તા અંગે નિયમિત મોનીટરીંગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર ઉપરાંત,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ.કતીરા,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીના જે.આર. મોડવીયા,જીડબ્લ્યુઆઇએલ કચેરીના દર્શિત ભટ્ટ,જિલ્લા માહિતી કચેરીના ભરતભાઇ ફુલતરીયા,પાણી પુરવઠા બોર્ડ કચેરીના દિવ્યા પટેલ અને યુનિટ મેનેજર પી.એન.ત્રિવેદી હાજર રહ્યા હતા.

- text