મોરબીના યુવકોને ટ્રેનિંગ આપી આપદામિત્રો તરીકે તૈયાર કરાયા

- text


આપત્તિ સામે રક્ષણ મેળવવા આપદા મિત્ર પ્રોજેક્ટ હેઠળ તાલીમ અપાઈ

મોરબી : કેન્દ્ર સરકારના એન.ડી.એમ.એ. દ્વારા વિવિધ રાજ્યોમાં આપદા મિત્ર પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મોરબી જીલ્લાના કુલ 59 આપદામિત્રોને તૈયાર કરવામાં આવ્યા છે.

ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ગુજરાતના 17 જિલ્લાઓમાં અમલી બનેલ અપસ્કેલિંગ આપદામિત્ર તાલીમ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના આપદામિત્રને 12 દિવસની નિવાસી તાલીમ SDRF ના તાલીમ કેન્દ્રો ઉપર આપવાની હોય છે.

આથી, મોરબી જિલ્લાના 59 તાલીમાર્થીઓને તા. 31/01થી તા. 11/02 સુધીની ત્રીજી બેચમાં SDRF ગ્રુપ-13, રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે. આ તાલીમમાં પ્રાથમિક સારવાર, આગ સલામતી, શોધ અને બચાવ કામગીરી, પૂર, ભૂકંપ, ચક્રવાત જેવી તમામ આપત્તિઓ અંગેની તાલીમ તમામ તાલીમાર્થીઓને આપવામાં આવી હતી અને આપત્તિની અસર અથવા આપત્તિના જોખમોને કેવી રીતે ઘટાડવું તે પણ શીખવવામાં આવ્યું હતું.

- text

- text