મોરબીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા શરુ

- text


વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૦૨૮૨૨ ૨૯૯૧૨૦ અથવા નજીકની આઈસીડીએસ કચેરીનો સંપર્ક સાધવો

મોરબી : મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકરની ૧૦૬ તથા આંગણવાડી તેડાગરની ૧૩૮ જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુ છે. જેની અંતિમ તારીખ ૦૪/૦૪/૨૦૨૨ (રાત્રે ૧૨:૦૦ કલાક) છે. આ જગ્યા પર અરજી કરવા મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનીક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદાર દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે. આંગણવાડી કાર્યકર/તેડાગર, અને મીની આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ.

- text

અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે.આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે હેલ્પ લાઈન નંબર ૦૨૮૨૨ ૨૯૯૧૨૦ અથવા નજીકની આઈસીડીએસ કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયુ છે.

- text