ડે સ્પેશ્યલ : જાણો.. શક સંવત તથા ગ્રેગોરિયન કેલેન્ડર વિષે અવનવું

- text


1957ની 22મી માર્ચથી રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે શક સવંત ચલણમાં આવ્યું

કેલેન્ડર અંગે નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈના પૂર્વ વડા અને વિખ્યાત ખગોળશાસ્ત્રી જે.જે. રાવલ કહે છે, “કેલેન્ડરનો ઇતિહાસ આઠ હજાર વર્ષ જૂનો છે. કાગળ અને પેનની શરૂઆત નહોતી થઈ ત્યારે લોકો તારીખ-સમય મુજબ યાદ રાખતા કે ભોજપત્ર કે અન્ય ધાતુ પર લખવામાં આવતું. એવું મનાય છે કે સૌથી પહેલાં આદિત્ય કેલેન્ડર આવ્યું હતું. પછીથી વિક્રમ સંવત, જુલિયન, શક સંવત અને બાદમાં ગ્રેગોરિયન કેલેન્ડર આવ્યુંં.” સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે કેલેન્ડરો તૈયાર થતાં રહે છે.

શક સંવત

ચૈત્રને પ્રથમ માસ અને 365 દિવસોના સામાન્ય વર્ષ સાથે, શક યુગના આધારે 22મી માર્ચ, 1957થી ગ્રેગોરીયન કેલેન્ડર સાથે રાષ્ટ્રીય કેલેન્ડરને સત્તાવાર સ્વીકૃત કરવામાં આવ્યું હતું.

શક સંવત અને વિક્રમ સંવતમાં મુખ્ય વસ્તુ એ છે કે શક સંવતની શરૂઆત વિક્રમ સંવત પછી થઈ હતી. ઇતિહાસ કહે છે કે ઉજ્જૈની નરેશ વિક્રમાદિત્યએ ઈરાન તરફથી આવેલ શક પ્રજાને હરાવી હતી. આ વાતની ખુશીમાં લોકોએ વિક્રમ સંવત ઉજવવાની શરૂઆત કરેલી. ગુજરાત સહિત ભારતના મોટા ભાગના રાજ્યોમા વિક્રમ સંવતને જ અનુસરવામાં આવે છે. દેશના વિભાજન પછી રાષ્ટ્રીય ધર્મ કમિટી વિક્રમ સંવતને આધારે હિન્દુ કેલેન્ડર બનાવવા માંગતી હતી પરંતુ વિભાજન પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને લાગ્યું કે રાષ્ટ્રીય કેલેન્ડર બનાવવામાં હિન્દુ માન્યતાને અનુસરવામાં આવશે તો દેશમાં રહેલા મુસ્લિમો અને ખ્રિસ્તીઑને લાગશે કે આ નવી હિન્દુ સરકાર હિન્દુઓને પંપાળી રહી છે. તેથી, તેમણે ખ્રિસ્તીઑ અને મુસ્લિમોને ધ્યાનમાં રાખીને વિક્રમ સંવતને બદલે શક કેલેન્ડરને આધાર બનાવવાનું ફરમાન કર્યું.

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે શક સંવતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. શક સંવતની શરૂઆત ઈ.સ. 78માં કનિષ્ક રાજા એ કરી હતી. એવી માન્યતા છે કે સમ્રાટ ચંન્દ્ર્ગુપ્ત વિક્રમાદિત્યે દેશવાસીઓને શકોના અત્યાચારી શાસનથી મુક્ત કર્યા હતા અને એ વિજયની સ્મૃતિમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની તિથિથી વિક્રમ સવંત્સરની શરૂઆત થઈ હતી.

- text

ગ્રેગોરિયન કેલેન્ડર

આજે પણ વિક્રમ સંવત પર આધારિત શક સંવતનું કેલેન્ડર આપણાં હિન્દુ રાષ્ટ્રમાં સમાયેલ છે. આ હિન્દુ કેલેન્ડરનું નિર્માણ સૂર્ય અને ચંદ્રના દિવસો, તિથિઓ, તારાઓ, નક્ષત્રો અને મૂહર્તોંને આધારે થયું છે તેને “પંચાંગ”ને નામે ઓળખવામાં આવે છે. પરંતુ આ હિન્દુ કેલેન્ડર આપણાં ધાર્મિક અને જીવનના નિયમન માટે જ ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી તે વિશ્વના અન્ય કદમ સાથે કદમ મેળવી શકતું નથી. તેથી, વિશ્વ સાથે હરણફાળ ભરવાને માટે આપણે ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ પણ ચાલું રાખ્યો જે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં લઈ આવેલ હતી.

આ ગ્રેગોરિયન કેલેન્ડરમાં એક લિપ યર આવે છે. સૂરજની આસપાસની એક પ્રદક્ષિણા પુરી કરવામાં પૃથ્વીને અંદાજે ૩૬૫ દિવસ અને ૬ કલાક લાગતા હોય છે. દર ચાર વર્ષે સૂર્યની આ સ્થિતિને જાળવવા માટે એક વધારાનો દિવસ વર્ષમાં ઉમેરવામાં આવે છે જેમાં ૩૬૫ દિવસ ઉપરનાં છ કલાક ગુણ્યા ચાર વર્ષ લેખે એક દિવસ ઉમેરવામાં આવે છે. આ થોડાઘણા ફરકને બરાબર કરવા માટે એ જ વર્ષને લિપ યર બનાવાય છે. ગ્રેગોરિયન કેલેન્ડર ૨૦, ૮૭૧ અઠવાડિયા અને ૯૭ લિપ ડેઝ (૨૯ ફેબ્રુઆરીને લિપ ડે કહેવાય છે) પછી ૪૦૦ વર્ષે રિપીટ થાય છે.

ભારતમાં ગ્રેગોરિયન કેલેન્ડરનું ચલણ ભારતમાં ભારતીય રાષ્ટ્રીય પંચાંગની સાથે ૧૯પ૭માં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતુંં. સરકારના રાજપત્ર અને સરકારી એજન્સીઓએ ભારતીય પંચાંગની સાથે ગ્રેગોરિયન કેલેન્ડરનો પ્રયોગ શરૂ કર્યો હતો. ભારતમાં તિથિઓ આધારિત કેલેન્ડરની સાથે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતીય પંચાંગ મુજબ ચૈત્ર માસથી (રર માર્ચથી) કેલેન્ડર વર્ષનો આરંભ થતો હોય છે. ગ્રેગોરિયન કેલેન્ડરના દિવસોની શરૂઆત પણ રર માર્ચથી થાય છે. ભારતીય પંચાંગમાં ૧ર મહિના હોય છે, જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં પણ ૧ર મહિના હોય છે. કેટલીક બાબતોમાં બંને કેલેન્ડરોમાં સામ્યતા જોવા મળી રહી છે.

કેલેન્ડર એ માત્ર સમય અને તારીખિયું જ નથી, પરંતુ એક ઇતિહાસ પણ છે. આજના ટેક્નોલોજીના યુગમાં પણ તેનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે અકબંધ જ રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text