મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત : એક્ટિવ કેસ થયા ઝીરો

- text


 

 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે એકમાત્ર એક્ટિવ કેસ પણ રિકવર થઇ ગયો છે. જેને પગલે મોરબી જિલ્લો ફરી કોરોનામુક્ત થયો છે.

- text

મોરબી જિલ્લો અગાઉ બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત તા.11ને શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ તા.12ને શનિવારે વધુ કેસ નોંધાયો હતો. તા.13ને રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે તા.14ને સોમવારે એક કેસ નોંધાયો હતો. તા.15ને મંગળવાર, તા.16ને બુધવાર, તા.17ને ગુરુવાર, તા.18ને શુક્રવાર, તા.19ને શનિવાર અને તા.20ને રવિવારના રોજ એકેય કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ આજે તા.21ને સોમવારના રોજ આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 485 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે આજે એક્ટિવ રહેલો 1 કેસ પણ રિકવર થઇ ગયો છે. એટલે 10 દિવસ બાદ હવે ફરી મોરબી જિલ્લો કોરોના મુક્ત થયો છે.

- text