મોરબીના એકમાત્ર ક્રિકેટ ગ્રાઉન્ડની સરકારી મેળાને કારણે પથારી ફરી ગઈ

- text


વારંવાર સરકારી કાર્યક્રમોના આયોજનો કારણે ક્રિકેટ મેદાનની ઘોર અવદશા થઈ જતા ખેલપ્રેમીઓ અને પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોમાં ભારે રોષ

મોરબી : સતત વિકસિત મોરબીમાં પહેલેથી જ રમત ગમતના મેદાનની બહુ ઓછી સુવિધાઓ છે. એમાં પણ અલ્પ કહી શકાય તેવા ક્રિકેટ મેદાનનો રમત ગમત નહિ બલ્કે સરકારી કાર્યક્રમો માટે ઉપયોગ કરતા આ રહી સહી ક્રિકેટ મેદાનની સુવિધા પણ છીનવાઈ રહી હોય એવું ચિત્ર ઉપસ્યું છે. જેમાં મોરબીવાસીઓ માટે એકમાત્ર કહી શકાય એવું એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડની ફરી એકવાર સરકારી મેળાને કારણે પથારી ફરી ગઈ છે.જો કે આ મેદાનની વારંવાર સરકારી મેળાના અયોજનના કારણે ઘોર ખોદાઇ જતી હોવા છતાં તંત્રના જાણી જોઈને આંખ મીચામણાથી હજારો ખેલપ્રેમીઓ નિરાશ થઈ ગયા છે.

મોરબીના સામાકાંઠે આવેલ એકમાત્ર એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ સહિતની રમતો રમતા ખેલાડીઓ તેમજ પોલીસની ભરતી અને લશ્કરી દળમાં ભરતી થવા માટે તૈયારી કર્યા યુવાનોએ રોષપુર્નક જણાવ્યું હતું કે, રાજશાહી વખતનું એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી શહેરનું એકમાત્ર સારું રમત ગમતનું ગ્રાઉન્ડ છે. જેમાં અનેક યુવાનો રમત ગમતની પ્રવૃતિઓ અને પોલીસની ભરતી અને લશ્કરી દળમાં ભરતી થવા માટે તૈયારી કરે છે. જો આ રમત ગમતના મેદાનમા ઘણી સુવિધાઓ ઘટે છે. જો આ મેદાનને વારંવાર ડેલપલ કર્યું હોત રાજ્યકક્ષાનું એક સારું રમત ગમતનું મેદાન બની શક્યું હોત. પણ અફસોસ સ્થાનિક તંત્ર કે નેતાગીરીએ આ માટે હજુ સુધી કોઈ પ્રયાસો કર્યા નથી. આવા પ્રયાસો કરવાની વાત તો બાજુએ રહી પણ સરકારી કાર્યક્રમોના નામે આ ક્રિકેટ ગ્રાઉન્ડની ધોર અવદશા કરવી એ કોઈ કાળે યોગ્ય નથી. હસ્તકલા, શક્તિ મેળા કે કોઈપણ સરકારી કાર્યક્રમો હોય તો તેના માટે આ મેદાનનો જ ઉપયોગ કરાઈ છે.

- text

સરકારી કાર્યક્રમો માટે મેદાનનો ઉપયોગ કરવો એ કઈ ખોટું નથી. પણ સરકારી કાર્યક્રમો માટે મેદાનમાં ખાડાઓ તેમજ કચરાઓ કર્યા હોય એને દૂર કરીને પહેલાની જેમ મેદાનને સમથળ કરવાની જવાબદારી જે તે તંત્રની હોય છે. પણ તંત્ર આવી જવાબદારીનો ઉલાળીયો કરી નાખે છે. મેદાનમાં કાર્યક્રમ પત્યા પછી મેદાનને સમથળ કરબાની કોઈ દરકાર કરાતી નથી. પરિણામે આ મેદાનમાં જ્યાં જુઓ તો ખાડા-ખબડા અને કચરા તેમજ ગંદકીના ગંજનો ખડકલો દિવસો સુધી જેમની તેંમ જ રહે છે ઘણી વાર યુવાનોએ સ્વખર્ચે આ મેદાનને રમવા લાયક બનાવ્યું છે. પરંતુ હમણાં જ સરકારી મેળાને કારણે ફરી આ મેદાનની ભારે દુર્દશા થઈ ગઈ છે. જો કે યુવાનોએ આ અંગે અનેકવાર રજુઆત કરીને સરકારી મેળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની માંગ કરી છે. પરંતુ આ રજુઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી છે. તેથી યુવાનોમાં જબરો આક્રોશ છે. તેથી આ મુદ્દે કોઈ જવાબદાર અને નિષ્ઠાવાન ઉચ્ચ અધિકારી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text