રીક્ષામા મુસાફરને બેસાડી નજર ચુકવી ચોરી કરતી રાજકોટની ગેંગને પકડી લેતી પોલીસ

- text


સિટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડથી નજીક બનેલા તફડંચીના બનાવમાં ગણતરીની કલાકોમાં બે મહિલા સહિત ચારને ઝડપી લીધા

મોરબી : અલગ – અલગ શહેરોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી રિક્ષામાં અગાઉથી જ બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા મુસાફરના ખિસ્સા ખાલી કરતી ગેંગ દ્વારા ગઈકાલે આ જ રીતે જુનાબસસ્ટેન્ડ નજીક મુસાફરના એક લાખથી વધુની તફડંચી કરવાના કેસમાં સિટી એ ડિવિઝન પોલીસે રાજકોટની નામચીન ગેંગની બે મહિલા અને બે પુરુષને ગણતરીની કલાકમાં ઝડપી લઈ રાજકોટ, જૂનાગઢ, ગોંડલ અને જેતપુર સહિતના અનેક શહેરોમાં બનેલ આવા બનાવોના ભેદ ઉકેલી નાખ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ચુડા ગામના જોરાવપરા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઇ દાઉદભાઇ જરગેરા મોરબી જુનાબસસ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષામા પેસેન્જર તરીકે બેસેલ બાદ પાછળની શીટમા બેઠેલ બે સ્ત્રી તથા એક પુરૂષએ તેમની નજર ચુકવી ખીસ્સામાંથી રોકડ રૂ.૧,૦,૯૦૦૦ની ચોરી કરી કાઢી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

આ ગંભીર બનાવમાં સિટી એ ડિવિઝન પોલીસે અલગ – અલગ ટીમો બનાવી રીક્ષાને શોધવા તેમજ સી.સી.ટી.વી. નેત્રમ કેમેરાની મદદથી સીએનજી રીક્ષા મોરબી શહેરના અલગ અલગ રોડ ઉપરથી પસાર થતી જોવામાં આવતી હોય જેથી સીસીટીવી કેમેરાની મદદથી મોરબી સીટી એ ડીવીઝન હેડ. કોન્સ. રામભાઇ મંઢ, ચકુભાઈ કરોતરા તથા તેજાભાઇ ગરચરને સંયુકત હકિકત મળેલ કે મોરબી ધુનડા રોડ તરફથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સીએનજી રીક્ષા શનાળા રાજપર ચોકડી તરફ કાય છે.

- text

જેથી સીએનજી રીક્ષા ચેક કરતા તેમાંથી ડ્રાયવર તેમજ બે મહીલા તેમજ એક પુરૂષ મળી આવતા પુછપરછ કરતા બપોરના સમયે મોરબી જુના બસસ્ટેન્ડથી એક મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા કાઢી લીધેલ હોવાની કબુલાત આપી હતી જેને પગલે આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા, રહે.રાજકોટ આજીડેમ રાજકોટ, રેખાબેન પ્રતાપભાઇ પરમાર રહે.રાજકોટ કુબલીયાપરા, મહેશભાઇ જયંતીભાઇ પીઠડીયા રહે.રાજકોટ હાથીખાના શેરીનં.૧૬ અને નવઘણભાઇ માત્રાભાઇ મુંધવા રહે.રાજકોટ ખોડીયાર પરા વાળાને અટકાયતમાં લઈ આરોપીના કબ્જામાંથી ચોરીમા ગયેલ રોકડ રૂ.૧,૦,૯૦૦૦ તથા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ સીએનજી રીક્ષા કિમત રૂ.૫૦૦૦૦ સહિત કુલ રૂ.૧,૫૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો.

ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી કાજલબેન ઉર્ફે રેખાબેન કિશનભાઇ દેત્રોજા વિરુદ્ધ રાજકોટ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, થોરાળા પોલીસ મથક, જેતપુર સીટી પોલીસ સ્ટેશન, ગોંડલ તાલુકા પોલીસ મથક, જુનાગઢ સી ડીવીઝન પોલીસ મથક અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં આગાઉ નવ ગુન્હા નોંધાયા છે જ્યારે નવઘણ મૂંધવા વિરુદ્ધ પણ અગાઉ રાજકોટમાં મારમારીનો ગુન્હો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ સફળ કામગીરી સિટી એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એમ.પી.સોનારા, એએસઆઈ કિશોરદાન ગઢવી, UHC રામભાઇ મંઢ, UPC ચકુભાઇ કરોતરા, આશિફભાઇ ચાણકીયા, હસમુખભાઇ પરમાર, અરજણભાઇ ગરીયા, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર તથા પુનમબેન ચૌધરી સહિતના સ્ટાફે કરી હતી.

- text