મોરબી જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ યથાવત 

- text


મોરબી, વાંકાનેર, માળીયા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની નવ ચાલુ ભઠ્ઠી ઉપર દરોડા : સતત ત્રીજા દિવસે અવિરત કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર સતત ત્રીજા દિવસે તવાઈ ઉતારી નવ દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી પાડવાની સાથે રાજકોટથી વાહનમાં મોટાપાયે લાવવામાં આવી રહેલ દેશી દારૂનો જથ્થો પકડી પાડી દેશી દારૂના અલગ-અલગ 10 કેસ કરવામાં આવ્યા હતા.

ટંકારા પોલીસે સજનપર ગામે પાસે તલાણ્યા વોકડા પાસે બાવડની કાટમાંથી વિક્રમભાઇ અમજીભાઇ વાઘેલાને જાહેર જગ્યામાં દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠ્ઠી અને સાધનો મળી કુલ રૂપિયા 360નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે વાંકાનેર સીટી પોલીસે દ્વારકાનગરી વિસ્તારમાંથી વિનુભાઈ જીવાભાઈ વાઘેલાને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 220નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રાજપર ખારી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ઓરિઅન્ટલ બેન્કવાળી શેરીમાં વિનુબેન દીનેશભાઇ અદગામાને રહેણાક મકાનમાથી દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 420નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે સીટી એ ડિવિઝન પોલીસે અજંતા ક્લોક કારખાના પાસેથી જીતો ગાડીમાં દેશી દારૂનો જથ્થો મોરબીમાં સપ્લાય કરવા આવી રહેલા જીતેન્દ્રભાઇ અજીતભાઇ વાઘેલા, વિક્રમભાઇ નાગજીભાઇ વિકાણી અને રહે.રાજકોટ કુબલીયાપરા અને ભુપતભાઇ નાગજીભાઇ વિકાણી રહે.મોરબી શકત શનાળા મુરલીધર હોટલ પાછળ વાળને એકલાખની કિંમતની ગાડી અને 250 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 5000 સહીત 1,05,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે માળીયા પોલીસે સપાટો બોલાવી અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઇ જેડા,રહે માતમ ચોક પાસે માળીયા મીયાણા વાળાને મોવર્ટીંબા મા જવાના રસ્તે બાવળના ઝુડમા દેશી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા ઝડપી લઈ રૂપિયા 660નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

એ જ રીતે માળીયા પોલીસે ઘાંટીલાથી ધુળકોટ જવાના રસ્તેથી કલ્પેશભાઇ જગદિશભાઇ સનુરા, રહે.જુના ઘાટીલા વાળાને દેશી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા ઝડપી લઈ ભઠ્ઠીના સાધનો સહિત રૂ.740ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

ઉપરાંત માળીયા તાલુકાના નવાગામથી વિર વિદરકા ગામ તરફ જવાના રસ્તે મચ્છુનદીના પટ્ટમાંઆવેલ બાવળના ઝુંડમાં ઉમેદ અભ્રામભાઈ મોવર, રહે.નવા અંજીયાસર વાળાને દેશી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ મોટરસાયકલ સહિત રૂપિયા 16440ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

જયારે માળિયાના નવાગામ ખરાવાળ નજીકથી પોલીસે મહેબુબ ઈસાભાઈ જામને પાસપરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા ઝડપી પાડી એકટીવા સહિત રૂપિયા 21340ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત માળીયા પોલીસે નવાગામ સ્મશાનની પાસે બાવળની કાંટમા દરોડો પાડી આરોપી રફીકભાઇ રસુલભાઇ સખાયાને પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રંગે હાથ ઝડપી લઈ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 1610ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.

જયારે વાંકાનેર પોલીસે વીરપર ગામની ખારાની વાડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી અલુભાઇ નરસીભાઇ ડાંગરોચાને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી પીવાનો ગરમ દેશી દારૂ, ઠંડો,ગરમ આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 4000ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જયારે આરોપી વીજયભાઇ રૂપાભાઇ ડાંગરોચા રહે.વીરપરનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- text