મોરબીમાં ઉંચી માંડલ અને નાની વાવડીમાં દારૂ સાથે ત્રણ ઝડપાયા 

- text


રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરામાંથી બી ડિવિઝન પોલીસે એક બોટલ સાથે યુવાનને ઝડપી લીધો

મોરબી : મોરબીમાં હોળી,ધુળેટીએ નશાની પિચકારી ઉડાડવા ઉત્સુક બનેલા દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે સકંજો કસી ગઈકાલે અલગ અલગ ત્રણ કાર્યવાહીમાં તાલુકા પોલીસે ત્રણ શખ્સોને 26 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા જયારે સીટી બી ડિવિઝન પોલીસે એક ઈસમને વિદેશીદારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

પ્રથમ કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે ફિરોજ રહીમભાઇ મોવર, રહે.જુના બસસ્ટેન્ડ પાસે, ઇદ મસ્જિદ ચોક અને દિલીપ કાનજીભાઇ ઉભડીયાને નાનીવાવડી ગામે, ભુમી ટાવર પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની બોટલ નંગ-2 કિંમત રૂ.675 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

જયારે દરોડાની બીજી કાર્યવાહીમાં તાલુકા પોલીસે ઊંચી માંડલ નજીકથી મેજીક મોમેન્ટ વોડકા દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 8475નો જથ્થો બાઈક ઉપર લઈને નીકળેલા મહિપતસિંહ ઘનશ્યાભાઇ સોલંકી, રહે.સુંદરી ભવાની તા.હળવદ વાળાને ઝડપી લઈ રૂ. 15 હજારના બાઈક સહીત 23475નો મુદામાલ કબ્જે કરી દારૂના આ કેસમાં આરોપી પ્રતાપભાઇ જીલુભાઇ સોલંકીની સંડોવણી હોવાનું આરોપીએ કબુલતા તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી રેલ્વે સ્ટેશન પાછળ ખાડામા રોહીદાપરા જવાના રસ્તેથી મેહુલભાઇ ઉર્ફે નરેન્દ્ર દિનેશભાઇ શુકલને રોયલ બ્લેક એપલ વોડકા ફોર સેલ ઇન ગોઆ લખેલ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text