ઈન્ડિયામાં ‘દરિયાઈ’ પાણીનો ‘રસ્તો’ અપનાવાનો સમય આવી ગયો છે! : જયસુખભાઈ પટેલ

- text


દેશમાં પૂઅર ટ્રાન્સર્પોટેશનના પ્રશ્નના ઉકેલ સંદર્ભે ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરતા અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ

અન્ય દેશોની સરખામણીમાં આપણું ‘ટ્રાન્સપોર્ટેશન’ ઘણું નબળું, લાંબો સમય લેનારું અને અતિશય મોંઘું હોવાથી આપણે હજુ નવા ‘વિકલ્પો’ શોધવાની તાતી આવશ્યકતા છે : જયસુખભાઈ પટેલ

જળમાર્ગે થતું ટ્રાન્સર્પોટેશન અતિ ઝડપી તેમજ ઘણું સસ્તું પડતું હોવાથી દરિયાઈ માર્ગે હેરફેર કરવા પર ભાર મુકતા જયસુખભાઈ પટેલ


કોઈપણ દેશના વિકાસનો મુખ્ય આધાર ટ્રાન્સપોર્ટેશન હોય છે અને આ ટ્રાન્સપોર્ટેશન ઝડપી તેમજ સસ્તું હોય એ ખૂબ જ અગત્યનું છે, આજે આપણે ભારતમાં ખૂબ જ ઝડપે રોડ / હાઈવે વગેરેનું ઈન્ફાસ્ટ્રકચર્સ ડેવલપ કરી રહ્યાં છીએ પરંતુ અગાઉની જુની ખાધ, ખૂબ જ મોટું પોપ્યુલેશન અને ખૂબ જ મોટા પોપ્યુલેશનની બેફામ વધતી નવી જરૂરીયાતોના કારણે રોડ/રાજમાર્ગોનું ડેવલપમેન્ટ પર્યાય થતું નથી. અન્ય દેશોની સરખામણીમાં આપણું ‘ટ્રાન્સપોર્ટેશન’ આજે પણ એટલે જ ઘણું પૂઅર તેમજ લાંબો સમય લેનારું અને અતિશય મોંઘું છે. આ કારણે પણ આપણે હજુ નવા ‘વિકલ્પો’ શોધવા પડે તેની તાતી આવશ્યકતા હોવાનું અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ લેખના આરંભમાં સ્પષ્ટ જણાવી આગળ વિકલ્પો સૂચવતા લખે છે કે..

ચાઈનાની જેમ આપણે પણ મટિરિયલ્સ હેન્ડલીંગ અને લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે દરિયાઈ વિકલ્પો વિચારવા જોઈએ. આપણી પાસે ખૂબ જ મોટો દરિયા કિનારો છે જેનો ઉપયોગ આપણે ફક્ત ઈમ્પોર્ટ – એકસપોર્ટ કાર્ગો માટે અથવા માછિમારી માટે કરીએ છીએ પરંતુ આ દરિયા કિનારાનો ઉપયોગ ડોમેસ્ટિક કાર્ગો અને ડોમેસ્ટિક લોકોની હેરફેર માટે કરતાં નથી, જે ખરેખર તો આપણે કરવો જોઈએ! આજે આપણી પાસે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરલા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, વેસ્ટ બંગાલ જેવા સ્ટેટને ખૂબ જ મોટો દરિયા કિનારો મળેલો છે અને દરેક સ્ટેટમાં મેજર અને અનેક માઈનોર પોર્ટ પણ છે જ. એક કેલ્કયૂલેશન મુજબ દરિયા કિનારેથી 250 કિલો મીટરના અંતર સુધી કોઈપણ ‘કાર્ગો’ મોકલવાનું કોસ્ટીંગ હંમેશા સસ્તું પડતું હોય છે. દરિયાઈ રસ્તે કાર્ગોની કોસ્ટ રોડ કાર્ગોની કમ્પેરિઝનમાં સિત્તેર ટકા જેવી ઓછી આવતી હોય છે.

આપણે દરેક સ્ટેટમાંથી વિગતોએ બેઝિક ફેસેલિટી હોય તેવા સાતથી આઠ માઈનોર પોર્ટ ‘આયડેન્ટીફાઈ કરીએ તો ઘણું નકકર કામ થઈ શકે તેમ છે. તેમ કહી જયસુખભાઈ પટેલે આપેલા પાંચ સૂચનોની વાત કરીએ તો તેઓ જણાવે છે કે આ માઈનોર પોર્ટમાં અંદાજે 5થી 7 મીટર પાણીની ઉંડાઈ મળવી જોઈએ. જેથી, 5000 ટન કેપેસિટીના જહાજો લાંગરી શકાય. તેમજ આ પોર્ટમાં અંદાજે મિનિમમ 100 એકરથી વધારે લેન્ડ હોવી જોઈએ જેથી આવશ્યકતા મુજબ ‘ઈન્ફાસ્ટ્રકચર્સ’ ડેવલપ થઈ શકે. અને આ પોર્ટ સીટી અથવા મોટા વિલેજથી 10થી 15 કિલોમીટરના અંતરે હોવું જોઈએ જેથી ડેવલપમેન્ટ સરળતાથી થાય. તથા આ પોર્ટ ઉપર રોડની ફેસેલિટી હોવી જોઈએ તથા મિનિમમ 5 KVA લાઈન હોવી જોઈએ તથા પાણીની જરૂરીયાત મુજબની લાઈન હોવી જોઈએ જેથી આગળ જતા જરૂરીયાત મુજબ આ બધી સુવિધાઓમાં વધારો કરી શકાય. તેમજ આ પોર્ટથી જીલ્લાનું મથક અથવા 10થી 15 લાખની વસ્તી ધરાવતું સીટી 100 કિલોમીટરના અંતરે હોવું જોઇએ.

- text

મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલના મતે આ રીતે સાત સ્ટેટમાં કૂલ 50 માઈનોર પોર્ટ ‘આયડેન્ટીફાઈ કર્યા પછી બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર્સ ફેસેલિટી ડેવલપ કરવામાં અગ્રતા આપવી જોઈએ. આ માઈનોર પોર્ટ ડેવલપ કરવા સેન્ટ્રલ ગર્વમેન્ટ તરફથી એક કંપની અથવા નિગમ નવું ઉભું કરવામાં આવે, જે આ માઇનોર પોર્ટ ડેવલપમેન્ટનું તમામ પ્રકારનું વર્ક કરી શકે, તેમ કહી તેઓએ સેન્ટ્રલ ગવર્મેન્ટને નિગમના કાર્યો પણ જણાવી તેની વિગતવાર ચર્ચા કરી છે.

આજે ઈન્ડિયામાં ટ્રાફિક જામ, હાઈવે જામ, પોલ્યૂશન, ઓઈલ ઈમ્પોર્ટ, વધારે સમય, ટોલ ટેકસ અને ડિઝલના કારણે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ દિવસે ને દિવસે વધતી જાય છે અને જેના કારણે એક સ્ટેટમાંથી અન્ય સ્ટેટમાં અમુક પ્રોડકટની કોસ્ટ કરતાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે આવે છે. આ વાત ઉદાહરણ સાથે જયસુખભાઈ પટેલ સમજાવે છે કે મોરબીમાં વીટ્રીફાઈડ ટાઈલ્સની એક ફુટની કિંમત આશરે રૂા. 20ની આસપાસ હોય છે પરંતુ આ જ ટાઈલ્સની બેંગ્લોર, કોચીન, મદ્રાસ માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 35થી 40 ટકા જેવી આવે છે. જેના કારણે આ જ ટાઈલ્સ કોઈ ચીનથી કન્ટેનરમાં ઈમ્પોર્ટ કરે તો તેને સસ્તી પડે છે. આજે ઈન્ડિયામાં ડે બાય ડે કાર્ગો તથા લોકોની હેરાફેરી વધતી જાય છે અને આજ માઈનોર પોર્ટ ઉપરથી આપણે ફેરી બોટ / લોંગરૂટ ડેવલોપ કરી શકીએ તેમ છીએ.

આથી, ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલને લાગે છે કે આજે ઈન્ડિયામાં દરિયાઈ’ પાણીનો ‘રસ્તો’ અપનાવાનો સમય આવી ગયો છે અને તે કરવું અત્યંત જરૂરી તેમજ આવશ્યક પણ બની ગયું છે! આમ, ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકના આ લેખમાં ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે દેશમાં પૂઅર ટ્રાન્સર્પોટેશનના પ્રશ્નના ઉકેલ માટે ઊંડાણપૂર્વક ચર્ચા-પરામર્શ કરેલ છે, જેના અમુક અંશો અહીં લેખમાં રજૂ કરવામાં આવ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text