ટંકારમાં 31મીએ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

- text


અન્નક્ષેત્ર-અમરમાં આશ્રમના લાભાર્થે સપ્તાહ યોજાશે

ટંકારા : ટંકારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન અન્નક્ષેત્ર-અમરમાં આશ્રમના લાભાર્થે કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કથા રસપાન કરનારાઓ માટે પ્રસાદ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટંકારમાં આગામી તા.31ના રોજ આ સપ્તાહ વૃંદાવન ધામ,અમરમાં આશ્રમ,શીતળા માતાની ધાર,કોઠારીયા રોડ,ટંકારા ખાતે કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.31ના રોજ બપોર રાખવામાં આવી છે.કથાવિરામ તા.7ને ગુરુવારના રોજ થશે.કથાશ્રવણનો સમય સવારે 9 થી 12 અને બપોરના 3 થી 6 વાગ્યા સુધી રહેશે.કથારસ પાન પ્રવીનચંદ્ર જોષી કરાવશે.

દરરોજ રાત્રે ધૂન,ભજન,કીર્તન તથા રાસ- ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સપ્તાહમાં વિવિધ કાર્યક્રમો જેવા કે તા.31ના રોજ સવારે 8 કલાકે હેમાદ્રી પ્રાયશ્ચિત,સવારે 10 વાગ્યે દેવતા સ્થાપન,બપોરે 3 કલાકે પોથીયાત્રા,સાંજે 4 કલાકે શ્રીમદ્દ ભાગવત મહાત્મ,તા.3ને રવિવારના રોજ સાંજે 5 કલાકે નૃસિંહ પ્રાગટ્ય,તા.4ને સોમવારના રોજ સવારે 10:30 કલાકે વામન જન્મ,બપોરે 12 કલાકે રામ જન્મ,સાંજે 5 કલાકે કૃષ્ણ જન્મ(નંદઉત્સવ),તા.6ને બુધવારના રોજ બપોરે ગોવર્ધન ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહ,તા.7ને ગુરુવારના રોજ સુદામા ચરીત્ર અને એ જ દિવસે પરીક્ષિતમોક્ષ – કથાવિરામ થશે.આ ઉપરાંત તા.8ને શુક્રવારના રોજ શીતળા માતાનો યજ્ઞ રાખવામાં આવ્યો છે.

- text

મહંત ગરીબદાસબાપુ અને નરસિંહદાસબાપુએ જાહેર જનતાને આ કથા રસપાનનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.વધુ માહિતી માટે મો.98794 97127,97258 81232 પર સંપર્ક કરવો.

- text