મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશનના પ્રમુખ પદે લોહાણા અગ્રણીની વરણી

- text


મોરબી : મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ તેમજ ભાજપ અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા)ની મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશનના પ્રમુખ પદે નિયુક્તિ થતા સન્માન કરવામા આવ્યુ હતું.

- text

તાજેતરમાં મોરબી સસ્તા અનાજની દુકાનોના સંગઠન (ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશન)ની બેઠક મળી હતી.જેમા મોરબી રઘુવંશી સમાજ તેમજ ભા.જ.પ. અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા)ની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. જે બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, જીતુભાઈ કોટક સહીતનાઓએ માનનિય દીનેશભાઈ ભોજાણીનુ સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.

- text