મોરબીમાં આયોજિત મેગા નેશનલ લોક અદાલતમાં 465 કેસોમાં સુખદ સમાધાન

- text


1074 પ્રી-લીટીગેશનના કેસોમાં સુખદ સમાધાન, સ્પેશીયલ સીંટીંગમાં 2356 કેસોનો નિકાલ,

મોરબી : મોરબી જીલ્લાની તમામ અદાલતો અને મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે ગત તા.12ના રોજના રોજ મુખ્ય જીલ્લા ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક અદાલતમાં રજૂ થયેલ કુલ 465 કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું.

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (NASA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે ગત તા.12ના રોજ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એ.ડી.ઓઝાના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ,1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસો( MACP MATTERS), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો,ભરણપોષણના કેસો, LAR ના કેસો, બેન્કના દાવાઓ તથા પી.જી.વી.સી.એલના કેસો સમાધાન માટે મુકેલા હતા.જેમાં લોકઅદાલતમાં કુલ 465 કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું, તેમજ પ્રી-લીટીગેશનના કેસો ( કોર્ટમાં દાખલ નહી થયેલ કેસો)માં કુલ 1074 કેસોમાં સુખદ સમાધાન થયેલું હતું.તેમજ મેજીસ્ટ્રેટઓના સ્પેશીયલ સીંટીંગમાં 2356 કેસોનો નિકાલ થયેલ હતો.તેમજ તમામ કેસો મળીને કુલ 259759055 રકમનું સેટલમેન્ટ થયેલું હતું.

- text