મોરબીમાં લોડર ચાલકે બકેટમાં કોલસા સાથે યુવાનને ભરી લેતા મોત

- text


જાંબુડીયા નજીક આવેલ કારખાનામાં કરૂણ બનાવ : કોલસાના ઢગલા પાછળ સૂતેલો યુવાન કાળનો કોળિયો બન્યો

મોરબી : મોરબીના જાંબુડીયા નજીક આવેલ મિનરલ કારખાનામાં સ્પ્રે ડાયરમાં કોલસો નાખતી વખતે લોડર ચાલકે કોલસાના ઢગલા પાછળ સુતેલા યુવાનને બકેટમાં ભરી લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની શ્રમિક પરિવાર છેલ્લા ત્રણેક માસથી મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ સહયોગ મિનરલ નામના કારખાનામાં મજૂરી કામ અર્થે આવ્યો છે જેમાં ગઈકાલે વહેલી આ પરિવારનો આનંદ બહાદુરભાઈ નાયક ઉ.18 નામનો યુવાન કારખાનામાં કોલસાના ઢગલા પાછળ સૂતો હોય લોડર ચાલકે સ્પ્રેડાયરમાં કોલસો નાખતી વેળાએ આનંદને કોલસાના બકેટ ભરતી વેળાએ બકેટમાં લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ કરુણ ઘટના અંગે મૃતક આનંદના પિતા બહાદુર કિશોર નાયક રહે. હાલ, જાંબુડીયા ગામ, સહયોગ મીનરલ કારખાનાની ઓરડીમાં, મુળ રહે. લાલપુરા ગામ તા.પાચોર જી.રાજગઢ મધ્યપ્રદેશ વાળાએ
લોડર નંબર જીજે-36- એસ-1936ના ચાલક અતુલ રાયસીંગ બામણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text