કાછીયાગાળા શાળામાં સામાજિક વિજ્ઞાનનો પાઠ ભણાવવા કઠપુતળીનો ઉપયોગ કરાયો

- text


“હર્ષવર્ધનનું જીવન વૃતાંત” પર કઠપુતળીઓ દ્વારા બાળકોને પાઠ ભણાવાયો

વાંકાનેર : શિક્ષણ ક્ષેત્રે નવી પદ્ધતિ લાવી શિક્ષણને સહેલું બનાવવા બાળકો માટે વાંકાનેરની કાછીયાગાળા પ્રાથમિક શાળામાં કઠપુતળી દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હતો.આ પદ્ધતિથી બાળકોને શિક્ષણનો ભાર લાગતો નથી અને શાળામાં બાળકોની હાજરી પણ વધે છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની કાછીયાગાળા પ્રાથમિક શાળામાં કઠપુતળી દ્વારા શિક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.દલડી સી.આર.સી કો-ઓર્ડીનેટર મયુરસિંહ પરમાર દ્વારા પ્રયોગને ખુલ્લો મુકાયો હતો.મયુરસિંહના માર્ગદર્શન હેઠળ કાછીયાગાળા પ્રાથમિક શાળાના શિક્ષક મૌલિકભાઈ જોશી દ્વારા આ પ્રયોગ કરાયો હતો.જેમાં તેમણે સામાજિક વિજ્ઞાન ધો.7 નો એકમ “હર્ષવર્ધનનું જીવન વૃતાંત” કઠપુતળીઓના જીવંત અભિનય દ્વારા સારી રીતે બાળકોને સમજાવ્યું હતું.આ પ્રયોગની ફળશ્રુતિ જોઈએ તો બાળકોને સારી રીતે શિક્ષણ આપી શકાય છે.તેથી બાળકોને શિક્ષણનો ભાર લાગતો નથી અને શિક્ષણ આનંદદાયી બની રહે છે.શાળામાં બાળકોની હાજરી પણ વધે છે.આવા નવતર પ્રયોગોથી જ્ઞાન ગોખણીયુ જ્ઞાન ન બની રહેતા ખરા અર્થમાં જ્ઞાનોપાર્જન થાય છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text