મોરબીમાં કાલે રવિવારે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

- text


આયુર્વેદિક જીવનશૈલી સંસ્થા દ્વારા બાળકો અને ગર્ભવતીઓને ટીપા પીવડાવાશે

મોરબી : આવતીકાલ રવિવારે બાળકો માટે વિનામૂલ્યે 25મો આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગર્ભવતી બહેનોને પણ ટીપા પીવડાવવામાં આવશે.

આવતીકાલે તા.13ને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો તથા પ્રેગ્નન્ટ મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન સોરઠીયા લુહાર જ્ઞાતિ વાળી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી,પુજારા મોબાઈલ વાળી શેરીમાં,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

- text

બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જે કોરોના કે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે.યાદશક્તિમાં વધારો કરે છે.ગુસ્સો તથા ચીડીચીડીયા પણું ઓછું થાય છે. તેમજ તાવ,શરદી,વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text