હળવદ ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે વિજયોત્સવ મનાવ્યો

- text


હળવદ : ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવતા ભાજપાએ ચાર રાજ્યોમાં પોતાનો દબદબો જમાવી રાખ્યો હતો.ચાર રાજ્યોમાં ભાજપાની સરકાર આવતા હળવદના ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી,ઢોલ નગરના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો.”ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગગનભેદી નારા લગાવી અને ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

- text

ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થતા ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.તેથી હળવદ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી,મીઠા મોઢા કરાવી,ઢોલ નગરના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો.જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા અને ”ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગગનભેદી નારા લગાવી અને કાર્યકરોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.ચાર રાજ્યના નાગરિકોએ ભાજપને મત આપી વિજય અપાવ્યો તે બદલ ભાજપ કાર્યકારતોએ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં બિપીનભાઈ દવે,રણછોડભાઈ દલવાડી,કેતનભાઈ દવે,વાસુદેવભાઇ સિણોજીયા,અજયભાઇ રાવલ,રમેશભાઈ પટેલ,રજનીભાઇ સંઘાણી,વલ્લભભાઈ પટેલ,ઘનશ્યામભાઈ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

- text