હળાહળ કળજુગ ! ટીટોડીએ ફાગણ મહિને અગાસીએ ઈંડા મૂક્યા

- text


ટીટોડી ઉંચા સ્થાને ઈંડા મૂકે તો સારા વરસાદની લોકવાયકમાં જેઠ મહિને ઈંડા મુક્તી ટીટોડીએ ફાગણમાં પ્રજનન કર્યું

મોરબી : વર્ષોથી ચાલી આવતી લોકવાયકા મુજબ જો ટીટોળી ઉંચા સ્થાન ઉપર ઈંડા મૂકે તો સારા વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે. પરંતુ હળાહળ કળજુગ આવ્યો હોય તેમ ટીટોડીએ પોતાનો પ્રજનન કાળ બદલ્યો હોય તેવા સાફ સાફ સંકેત મોરબીમાં જોવા મળ્યા છે.મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં અગાસી ઉપર ટીટોડીએ ફાગણ મહિનામાં કટાણે ઈંડા મુક્ત આશ્ચર્ય સર્જાયું છે.

સામાન્યતઃ સમગ્ર ભારત વર્ષમાં વર્ષાઋતુ પૂર્વે વરસાદ કેવો આવશે તે અંગે જૂની પેઢીના વડીલો દ્વારા હવામાન વિભાગને પણ ટક્કર મારે તેવી સચોટ આગાહી પ્રકૃતિના વર્તન ઉપરથી કરવામાં આવે છે. જેમાં આકાશી ગ્રહોની સ્થિતિ, તારામંડળનો અભ્યાસ, અલગ-અલગ ઝાડમાં ફળ ફૂલ આવવા અને તેનો સમયગાળો, કીડીઓના ઈંડા ફેરવવા, કૂતરાનું હાંફવું, ટીટોળીનાં ઈંડા સહિતની બાબતોનો અભ્યાસ કરવાની સાથે હાંડો જોવો અને આકાશમાં કસ જોવાની પદ્ધતિ વર્ષોથી પ્રચલિત છે. ખાસ કરીને ચોમાસા પૂર્વે જેઠ મહિનામાં ટીટોડી ઈંડા મૂકે તેના પરથી સામાન્ય લોકો પણ સારા નરસા વરસાદ બાબતે ચર્ચા કરતા હોય છે.

- text

જો કે, પ્રકૃતિ જોઈને વરસાદનો વર્તારો કરતા અભ્યાસુઓને માથું ખજવાળતા કરે તેવી એક ઘટના સામે આવી છે જેમાં મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં મહેશ્વરી બાળકોની હોસ્પિટલની બાજુના બિલ્ડીંગ ઉપર ફાગણ મહિને ટીટોડીએ ઈંડા મુખ્ય છે. આ અંગે જૂની પેઢીના વરસાદનો વર્તારો જોતા અરવિંદભાઈ સાતાનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે, આ તો હળાહળ કળજુગ છે. સામાન્ય રીતે ટીટોડી જેઠ મહિનામાં જ ઈંડા મૂકે પરંતુ હવે પ્રાણીઓમાં પણ પ્રજનન કાળ બદલાયો હોય તેવી સ્થિતિ હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ બન્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text