ડમ્પિંગ સાઈટમાંથી કચરો લેનાર ટ્રસ્ટે 6 વર્ષથી પાલિકાને ફૂટી કોડી પણ ન ચૂકવી, ચીફ ઓફિસર આકરા પાણીએ

- text


 

દર મહિને રૂપિયા 15 હજાર લેખે 12.45 લાખ ચાર દિવસમાં ભરી જવા ચીફ ઓફિસરનું આખરીનામું

મોરબી પાલિકામાં ચાલતી એક પછી એક લોલમલોલ ખુલ્લી પાડી કડક પગલાં ભરતા ચીફ ઓફિસર

મોરબી : મોરબી નગરપાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કચરામાંથી ખાતર બનાવનાર કોન્ટ્રાકટર સામે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. જેમાં રફાળેશ્વર પાસેની નગરપાલિકા હસ્તકની ડંપિંગ સાઇટ ઉપર કચરો ઉપાડી ખાતર બનાવીને તેની ઉપજતી રકમમાંથી નગરપાલિકાને ચુકવાની રકમને ઘણા સમયથી ભરપાઈ ન કરતા કોન્ટ્રાકટરને આખરી નોટિસ ફટાકરી છે અને ચાર દિવસમાં લેણી રકમ ભરપાઈ ન કરે તો નગરપાલિકા તેની સામે કડક કાર્યવાહી કરશે તેવી ચેતવણી આપી છે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા રફાળેશ્વર પાસેની નગરપાલિકા હસ્તકની ડંપિંગ સાઇટ ઉપર કચરો ઉપાડી ખાતર બનાવવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ ટ્રસ્ટને ડંપિંગ સાઇટ ઉપર કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવા બદલ નગરપાલિકાને દર મહિને રૂ.15 હજાર ચૂકવવાના હોય છે. પણ આ ટ્રસ્ટે 2015 થી આજ દિન સુધી નગરપાલિકાને રાતીપાય પણ ચૂકવી નથી. આથી નગરપાલિકાને આ ટ્રસ્ટ પાસેથી 2015 થી અત્યાર સુધીમાં રૂ.12.45 લાખ લેણા નીકળતા હોય નગરપાલિકાએ અનેક વખત બાકી રકમ ભરી જવા તાકીદ કરી હોવા છતાં તુલસી ચેરીટેબલ ટેસ્ટના માલિક હસમુખભાઈ સોરીયાએ કોઈ મચક ન આપતા અંતે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ તેમને આખરી નોટિસ ફટાકરી છે અને બાકીની રકમ ચાર દિવસમાં નહિ ભરે તો શરતભંગ બદલ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

- text