નાર્કોટિકના આરોપીએ જામીન માટે પત્નીના બોગસ મેડિકલ સર્ટી કોર્ટમાં રજૂ કર્યા, પકડાઈ જતા કાર્યવાહી

- text


 

પત્નીને માસિકની બીમારી હોય, ઓપરેશન કરાવવાની ભલામણ કરતા રાજકોટ સિવિલના સર્ટી રજૂ કર્યા, કોર્ટે ડોકટરને હાજર થવાનું ફરમાન કરતા ભાંડો ફૂટ્યો

મોરબી : મોરબીમાં નાર્કોટિકના આરોપીએ જામીન મેળવવા માટે કોર્ટમાં પત્નીના બોગસ મેડિકલ સર્ટી રજૂ કર્યા હતા. જો કે આ ભાંડો ફૂટતા કોર્ટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસને પણ ફોજદારી ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

મોરબી સબ જેલમાં એનડીપીએસના ગુનામાં સજા ભોગવી રહેલા અહેમદ ઉર્ફે આમદો સતારભાઈ મેમણે તેમની પત્ની અફસાનાબેન અહેમદભાઈ કાસમાણીને માસિકમાં તકલીફ હોય, બ્લીડિંગ થતું હોવાથી કોથળીનું ઓપરેશન કરાવવાનું ખોટું કારણ જણાવી રાજકોટ સિવિલ હોસ્પિટલનું બોગસ મેડિકલ સર્ટી બનાવી તેને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં રજૂ કર્યું હતું અને વચગાળાના જામીનની માંગણી કરી હતી.

- text

કોર્ટે કારણની તથ્યતા તપાસવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એચઓડી ડો.કમલ ગોસ્વામીને હાજર થવા ફરમાન કર્યું હતું. આ તબીબે કોર્ટમાં હાજર થઈને જણાવ્યું હતું કે તેઓએ રૂકસાનાબેન નામના આ દર્દીની કોઈ તપાસ કરી નથી અને ઓપરેશન કરાવવાની કોઈ સલાહ આપી નથી. આમ કોર્ટમાં રજૂ કરાયેલું મેડીકલ સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે કોર્ટે કડક વલણ દાખવી આરોપી તથા તેમનાં પત્ની સામે બી ડિવિઝન પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હોય, બી ડિવિઝન પોલીસે આરોપી અને તેની પત્ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text