અગરિયાઓના બાળકો, સગર્ભા બહેનોને પોષણક્ષમ નાસ્તાનું વિતરણ

- text


 

મોરબી : આજરોજ અગરિયાઓના બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા બહેનોને પોષણક્ષમ નાસ્તો તેમજ ટીએચઆરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આઈસીડીએસ શાખા-મોરબી, સીડીપીઓ ઓફિસ-હળવદ, અગરિયા હિતરક્ષક મંચ, ટીકર રણ આંગણવાડીના વર્કર બહેનો, હેલ્પર બહેનો તેમજ આરોગ્યની મોબાઈલ હેલ્પવાન દ્વારા આજે અગરિયાઓના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો,ધાત્રી બહેનો વગેરે કુપોષિત ના રહે તેમજ આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય વાન દ્વારા દવા-ગોળી તેમજ સગર્ભા, ધાત્રી બહેનોને પોષણક્ષમ નાસ્તો તેમજ ટીએચઆરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આ તકે બિન્દુબેન,કુંદનબેન, ભાવનાબેન, હેતલબેન, દક્ષાબેન, મારૂતસિહ બારૈયા વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text