લાયન્સનગરમાં સતત બીજા દિવસે ડીમોલેશન

- text


 

મોરબી : મોરબીના લાયન્સનગરમાં રસ્તો પહોળો કરવા આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.

- text

લાયન્સનગરમાં રસ્તો પહોળો કરવા માટે નડતરરૂપ દબાણો દુર કરવા નગરપાલિકાએ 30 જેટલા મિલકતધારકોને નોટિસ આપી હતી. આ કામગીરી અંતર્ગત ગઈકાલે 14 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો આજે પણ રસ્તાને અવરોધતા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કાચા પાકા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ હતી.

- text