ગુજરાત ગેસ સીએનજી – પીએનજીમાં ગમે ત્યારે રૂપિયા 2થી 3નો ભાવ વધારો કરશે

- text


યુરોપના દેશોમાં ગેસની ખપત વધવાની સાથે ડોલર સામે રૂપિયો નબળો પડતા ગેસના ભાવમાં ઝીકાશે ભાવ વધારો

મોરબી : દિલ્હી, અમદાવાદમાં સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારા બાદ હવે ગુજરાત ગેસ કંપની દ્વારા ગમે તે ઘડીએ સીએનજી, પીએનજી ગેસના ભાવ વધારો કરશે. ગુજરાત ગેસ કંપનીના ટોચના સૂત્રોએ ભાવવધારાના સંકેતો આપ્યા છે જો કે ગેસના ભાવમાં કેટલો વધારો થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થી નથી પરંતુ બેથી ત્રણ રૂપિયા કે તેથી પણ વધુ ભાવ વધારો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં હાલમાં યુરોપમાં કાતિલ ઠંડીનો દૌર યથાવત રહેતા ગેસની ડિમાન્ડમાં ઘટાડો થવાને બદલે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત યુરોપિયન દેશોમાં પાવર પ્લાન્ટ પણ કોલસાને બદલે ગેસથી ચાલી રહ્યા હોય ગેસની ખપત વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો હોવાથી પણ હાલમાં ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ વધવા પામ્યા છે. પરિણામે દિલ્હી અને અમદાવાદમાં સીએનજી પીએનજીના ભાવમાં વધારો થયો છે.

- text

દરમિયાન મોરબી જિલ્લામાં નેચરલ ગેસના સૌથી મોટા વપરાશકર્તા સીરામીક ઇન્ડસ્ટ્રીઝને પણ ગુજરાત ગેસ દ્વારા ભાવવધારા માટે તૈયાર રહેવા આગોતરી જાણ કર્યા બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં ગમે તે ઘડીએ ગુજરાત ગેસ કંપની દ્વારા અંદાજે બેથી ત્રણ રૂપિયા સુધી કે તેથી વધુ રકમનો વધારો કરવામાં આવનાર જાણવા મળે છે, જો કે કંપની દ્વારા કેટલી રકમનો ભાવવધારો થશે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ ભાવવધારો કરવામાં આવશે તે વાતના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા.

- text