મોરબીના વિકાસ વિદ્યાલયમાં યોગ શિબિર યોજાઈ

- text


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજન

મોરબી : આંતરારષ્ટ્રીય મહિલા દિવસને લોકોએ અલગ અલગ રીતે ઉજવ્યો હતો.મહિલાઓને સ્વબચાવ માટે માર્ગદર્શન સેમીનાર તો મહિલાઓનું સન્માન કરી વિવિધ ભેટ આપી ઉજવણી કરી હતી.એ જ રીતે વિકાસ વિદ્યાલય ગર્લ્સ અનાથ આશ્રમમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકીઓને યોગ અને હેલ્થ અંગે માહિતી આપી શિબિર પૂર્ણ કર્યો હતો.

- text

ગત.તા.૮ના રોજ આંતરરષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલય ગર્લ્સ અનાથ આશ્રમ પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડૉ.માધવીબેન જયેશભાઈ સોરિયા જેઓ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે.અને સર્ટિફાઇડ ઇન્ટરનેશનલ યોગ ટીચર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર છે.તેઓ એ બાળકીઓને વિમેન્સ હેલ્થ અને રોજીંદા જીવનમાં યોગનુ મહત્વ સમજાવી,યોગ આસનો કરાવીને આ હેલ્થ શિબિર પૂર્ણ કર્યો હતો.

- text