મોરબીની વિદ્યાર્થીની યુક્રેનથી પરત ફરી : પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છવાયો

- text


 

રાજકીય અને સામાજિક આગેવાનોએ ફુલહારથી દીકરીનું સ્વાગત કર્યું

મોરબી : મોરબીના લાલજીભાઈ કુનપરાએ તેમના દીકરી શૈલજા કુનપરાને ચાર વર્ષ યુક્રેનમાં ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે મોકલ્યા હતા. પણ યુદ્ધના કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાં ફસાયેલા હતા. અંતે આજે તેઓ પોતાના વતન પરત ફર્યા છે.

તેમને મોરબી પરત લાવવા માટે સતત મોરબી જિલ્લા ભાજપ ટીમ અને ગુજરાત ભાજપ ટીમ સંપર્ક હોવાથી આજે ભાજપના મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથળીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાશદડીયાની ટીમ સાથે શૈલજા કુનપરાનું સ્વાગત કરવા હાજરી આપી હતી. અને સાથે ચુવાળીયા કોળી ઠાકોર સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને વાજતે ગાજતે વિદ્યાર્થીનીને સુંદર રીતે રાષ્ટ્રીય ગીત સાથે સ્વાગત કર્યુ હતું. વિદ્યાર્થીની પોતાના ઘરમા પ્રવેશવાની સાથે જ ઘરના લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.

- text

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાશદડીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા,ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા, મોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી ભાણજીભાઈ ડાભી મોરબી તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ જયદીપ ભાઈ તેમજ ઠાકોર સમાજના અગ્રણી મયુરભાઈ બાબરીયા અને ઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશમહામંત્રી ધનજીભાઈ શંખેશરીયા સહિતનાની ઉપસ્થિતિ રહી હતી.

- text