ભાવ વધારા પૂર્વે ન્યારા એનર્જીએ પેટ્રોલ – ડીઝલ સપ્લાય બંધ કરી દીધી

- text


સૌરાષ્ટ્રના સાતેય જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશની અછત : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનને સરકાર અને ઓઇલ કંપનીને કરી રજુઆત

મોરબી : યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાને જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળે છે તેવી ન્યારા એનર્જી કંપનીએ અચાનક જ સપ્લાય બંધ કરી દેતા પેટ્રોલ – ડીઝલની કટોકટી ભરી અછત સર્જાઈ છે. આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનને સરકાર અને ઓઇલ કંપનીને રજુઆત કરી છે.

- text

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનને ગુજરાત સરકારના પુરવઠા વિભાગ અને ઓઇલ કંપનીને જાણ કરી રજુઆત કરતા જણાવ્યું છે કે,સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત છે. વાડીનાર (ન્યારા એનર્જી)ના સપ્લાય લોકેશને સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ માટે ઉત્પાદન આપવાનું બંધ કરી દીધું છે.

વધુમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન દ્વારા ઓઈલ કંપનીને રજૂઆત કરવામાં આવી છે અને સિવિલ સપ્લાય ગાંધીનગરને પણ જાણ કરવામાં આવી છે કે જો આ ગંભીર પ્રશ્ને જો કોઈ સાવચેતીનાં પગલાં લેવામાં નહીં આવે તો કટોકટીની સ્થિતિ સર્જાશે.

- text