ગુડ ન્યુઝ : મોરબી જિલ્લો થયો કોરોનામુક્ત

- text


 

એકમાત્ર એક્ટિવ કેસ પણ આજે રિકવર થયો

મોરબી : મોરબી જિલ્લાવાસીઓને આજે ગુડ ન્યુઝ મળી રહ્યા છે. આજે મોરબી જિલ્લો કોરોના મુક્ત થયો છે. કોરોનાનો એક માત્ર એક્ટિવ કેસ પણ આજે રિકવર થઈ જતા હવે મોરબી જિલ્લો કોરોનાથી સંપૂર્ણ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડ્યા બાદ ત્રીજી લહેરમાં પણ દૈનિક કેસોનો આંકડો 350ને પાર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ દૈનિક કેસનો ગ્રાફ સડસડાટ નીચે પણ આવી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ સિંગલ ડિજિટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ છેલ્લા થોડા દિવસોથી એક પણ કેસ નોંધાતો ન હતો. સામે રિકવર દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હતી.

- text

ગઇકાલની સ્થિતિએ મોરબી જિલ્લામાં એક માત્ર એક્ટિવ કેસ વધ્યો હતો. ત્યારે આજે આરોગ્ય વિભાગે 517 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી કોઈને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. ઉપરાંત જે એક્ટિવ કેસ હતો તે પણ આજે રિકવર થઈ ગયો છે એટલે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.

- text