મોરબીમાં ‘આપ’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મૌન રેલી

- text


મોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને સાશક પક્ષના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આપના પ્રમુખો,ઉપપ્રમુખો,પૂર્વ સદસ્યો જોડાયા હતા.

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને સાશક પક્ષના વિરોધમાં પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરીબેન દેસાઈ,પ્રદેશ સંગઠનમંત્રી અજીતભાઈ લોખીલ,મોરબી જિલ્લા પ્રભારી શીવજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન વરમોરા,મોરબી જિલ્લા મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન પરમાર,મોરબી જિલ્લા મહિલા સંગઠન મંત્રી કંકુબેન જીજુવાળીયા,મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ તથા અનેક મહિલા કાર્યકર દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી મહામંત્રી જશવંતભાઈ કગથરા,મોરબી જિલ્લામંત્રી ચેતનભાઈ લોરીયા તથા મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ,મોરબી શહેર પ્રમુખ મુકેશભાઈ તથા મોરબી શહેર પૂર્વ પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા અનેક મહિલા કાર્યકરો અને યુવા કાર્યકરો,બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

- text