મારો ઘોડો તો તારી શેરીમાં જ ફરશે ! થાર લઈને આવેલા શખ્સોની પતાવી દેવાની ધમકી 

- text


મોરબીના શનાળા બાયપાસ ઉપર લાયન્સનગરમાં પાલતુ ઘોડાની બબાલ

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર લાયન્સનગરમાં પાલતુ ઘોડાની બબાલમાં ઘોડા માલિકે થાર જીપમાં આવી અહીં રહેતા પરિવારને જાનથી પતાવી દેવા ધમકી આપતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ ઉપર લાયન્સનગરમાં રહેતા દિનેશભાઇ મંગાભાઇ શિયાળના ઘર પાસે આરોપી નવઘણભાઇ મોહનભાઇ ભરવાડનો પાલતુ ઘોડો ફરતો હોય જેથી રસ્તે પસાર થતા લોકો હેરાન થતા હોવાથી આ પાલતુ ઘોડાને અહીંથી લઈ જવા જણાવતા નવઘણના બે માણસો આવી ઘોડાને લઈ ગયા હતા.

- text

બાદમાં રાત્રીના સમયે નવઘણભાઇ મોહનભાઇ ભરવાડ, પોપટભાઇ ઉર્ફે પી.કે. કેશવભાઇ મેર, વિપુલભાઇ ધારાભાઇ રબારી અને ભરતભાઇ ભીમશીભાઇ આંબલીયા તમામ રહે-હાલ નવઘણભાઇ ભરવાડના ઘરે ખોજા સોસાયટી શનાળા બાયપાસ વાળા ફરી લાયન્સ નગરમાં થાર જીપ લઈને આવ્યા હતા અને ફરિયાદી દિનેશભાઇ મંગાભાઇ શિયાળના ભાણેજ સાગર ઉર્ફે ચોટલી સાથે માથાકૂટ કરી હવે તો મારો ઘોડો અહીં જ ફરશે અને તમને બધાને જાનથી પતાવી દઈશું તેવી ધમકી આપી હતી.

ઘટના અંગે દિનેશભાઇ મંગાભાઇ શિયાળે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text