ગુજરાત પ્રદેશ આપ દ્વારા વિધાનસભા ચુંટણીના પ્રભારીઓની નિમણુક

- text


મોરબી-માળીયા, ટંકારા-પડધરીના પ્રભારીઓની વરણી

મોરબી : ગુજરાત પ્રદેશ આપ દ્વારા મોરબી-માળીયા વિધાનસભાના પ્રભારી તથા ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારીની આજરોજ નિમણૂક કરવામાં આવી છે.

- text

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુક કરાઇ છે.જે મુજબ 65 મોરબી-માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તથા 66 ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાની નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂંક બદલ જિલ્લા આપના આગેવાનો, કાર્યકરો તરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text