મોરબી આરટીઓનું બિલ બાકી હોવાથી વીજ તંત્ર કનેક્શન કટ કરવા પહોંચ્યું, માંડ મામલો થાળે પડ્યો

- text


 

આરટીઓ અધિકારીએ બાકી બિલ થોડા દિવસોમાં ભરી આપવાનું કહેતા વીજ તંત્રની ટિમ પરત ફરી

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ આરટીઓ કચેરીનું રૂ. 80 હજારથી વધુનું વીજ બિલ ભરવાનું બાકી હોય આજે વીજ તંત્ર ટીમ પહોંચી હતી અને વીજ લાઈન કાપી નાખવાની કાર્યવાહી શરૂ કરી હતી. પણ બાદમાં થોડી મુદત આપી વીજ લાઈન કાપવાનું માંડી વાળ્યું હતું.

- text

મોરબીના એક વીજ અધિકારીના જણાવ્યા મુજબ જાંબુડિયા પાસે આરટીઓ કચેરી કાર્યરત છે. આ કચેરીમાં છેલ્લા 2 જેટલા અંદાજે રૂ. 80 હજારથી વધુની રકમના બિલ બાકી હોય વીજતંત્રની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી અને વીજ લાઈન કટ કરી નાખવાની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે બાદમાં આરટીઓના અધિકારીએ થોડા જ દિવસમાં બાકી વીજબીલ ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો અને વીજ તંત્રની ટિમ પરત ફરી હતી.

- text