બહેનપણીઓ સાથે સમુહલગ્નમાં જતી યુવતીનો પીછો કરી યુવાને માથામાં કડું ફટકારાયું

- text


વાંકાનેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક સરાજાહેર બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર – રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર નજીક બહેનપણીઓ સાથે ચાલીને જતી યુવતી ઉપર મવાલી શખ્સે સરાજાહેર હુમલો કરી માથામાં કડું ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ચકચારી બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર આરોગ્યનગર શેરીમાં રહેતી શોભનાબેન પરસોતમભાઇ દેત્રોજા નામની યુવતી પોતાની બહેનપણીઓ સાથે સમુહલગ્નમાં જતી હતી ત્યારે સ્વામિનારાયણ મંદિર નજીક પાછળથી ધસી આવેલા કરણ અજાભાઇ ભરવાડ નામના શખ્સે યુવતીને ગાળો આપતા યુવતીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા કરણે શોભનાબેનને માથામાં કપાળના ભાગે ડાબા નેણ પર હાથમા પહેરેલ કડુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે શોભણાબેને વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text