ટંકારામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજથી નિઃશુલ્ક યોગ શિબિર

- text


ટંકારા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરીરને તંદુરસ્તી બક્ષવા આજે તારીખ 21-02-2022 ને સોમવારથી તારીખ 28-02-2022 સોમવાર સુધી દરરોજ સવારે 5-30 થી 6-30 કલાક દરમિયાન કન્યા શાળા, દેરી નાકા, મેઈન બજાર, સિવિલ કોર્ટ સામે, ટંકારા ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિરમાં યુવાનો, વડીલો, વૃદ્ધો કોઈપણ જોડાઈને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવી શકશે. યોગ શિબિરમાં નોટ-પેન, યોગ મેટ, માસ્ક ફરજિયાત પહેરવું, પાણીની બોટલ તથા યોગને અનુરુપ પોષાક પહેરીને આવવાનો રહેશે. આ યોગ શિબિરમાં જોડાવવા માટે મોબાઈલ નંબર 8200971397 પર સંપર્ક કરવાનો રહેશે. યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર્સ ડિમ્પલબેન સારેસા (મો.નં-9687442735) તથા કંચનબેન સારેસા (મો.નં-9558926180) યોગ શિખવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text