મોટરસાયકલ અને મોબાઇલની ચોરી કરનાર શખ્સને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમે મોટરસાયકલ અને મોબાઇલની ચોરી કરનાર ઈસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે મોરબી સ્ટેશન રોડ ઉપરથી હીરો સ્પ્લેન્ડર નંબર GJ14S 3590 વાળુ મોટરસાયકલ શંકાસ્પદ જણાતા તેને રોકી ઉંડાણપૂર્વક તપાસ કરતા મોટરસાયકલ ચાલક અબ્બાસભાઈ ઓસમાણભાઈ સુમરા (ઉ.વ. 21,ધંધો મજૂરીકામ, રહે.રણછોડનગર શાંતિવન સ્કૂલ પાસે,મોરબી) વાળાએ આ મોટરસાયકલ તથા એક મોબાઇલ ફોન ચોરી કરી મેળવ્યો હોય, જેથી આ બન્ને વસ્તુ કબજે કરી (કિંમત રૂપિયા 26000) મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text