હડમતીયા ગામે ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા વધુ બે ટી.સી. મુકવાની માંગ

- text


રસ્તે નડતરરુપ ટી.સી.ને અન્ય જગ્યાએ ફેરવવાની પણ માંગ સાથે ગ્રામ પંચાયતની પી.જી.વી.સી.એલ.ને રજૂઆત

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયાના નવનિયુક્ત સરપંચે ચાર્જ સંભાળતા જ ગામમાં ટી.સી. (ટ્રાન્સમિશન કંટ્રોલર) બાબતની લેખીત રજુઆત પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેરને કરી છે. જેમાં વસ્તીના ધોરણે ટી.સી. નાનું પડતું હોવાથી મોટા વોલ્ટેજનું આપવા જણાવેલ તેમજ ટી.સી. રસ્તે નડતરરુપ હોય અન્ય જગ્યાએ ફેરવી આપવા જણાવેલ છે.

હડમતીયાના સરપંચ એસ. પી. પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે હડમતીયા ગામથી કોઠારીયા જવાના રસ્તામાં વચ્ચોવચ્ચ ટી.સી. આવેલ છે. જે ખાસ કરીને ટ્રેકટર જેવા મોટા વાહનો માટે નડતરરૂપ છે. આથી, તાત્કાલિક ટી.સી. અન્ય સ્થળ પર ફેરવવા અપીલ કરી છે. વધુમાં, હડમતીયા ગામની વસ્તી મુજબ અને ઉનાળાના લીધે લાઈટના વપરાશમાં વધારો થયો છે. તેથી, શક્ય હોય તેટલા વ્હેલા નવા બે ટી.સી. મુકવાની માંગ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text