મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ફેકટરી પાસે ઘાસમાં આગ ભભૂકી

- text


 

ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ફેકટરી પાસે ઘાસમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને સમયસર આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી ઘાટ ટળી હતી.

- text

આ બનાવની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ ઝીયલ્ટો સિરામીક ફેકટરી નજીક રહેલા ઘાસમાં આજે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને થોડીવારમાં આગ ઘાસમાં ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડ વિભાગે સતત આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

- text