મિતાણા ચોકડી પાસે ચિક્કાર ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન

- text


 

ટંકારા : મિતાણા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સર્વિસ રોડ બનાવ્યા વિના ચાલતા ઓવરબ્રિજના કામના કારણે અઠવાડિયે બે વખત કલાકો સુધી ટ્રાફિક જામ થઇ જાય છે આનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.

- text

ટંકારાવાસીઓ અત્યારે તંત્રના વલણને લઈને અનેક ચર્ચાઓ કરી રહ્યા છે. કે પવનચકકી માટે અડધી રાત્રે પણ ખડેપગે રહેતુ તંત્ર પ્રજા પ્રશ્ને કેમ નમાલુ બની જાય છે ? રાજકોટ મોરબી રોડ મહત્વનો હાઈવે છે જ્યાંથી રોજના હજારો વાહનો અવરજવર કરે છે. તેનો સમય અને કિમતી ઈંધણનો ધુમાડો થઈ જાય છે. છતા સ્થાનિક નમાલા નેતાઓ ધુતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહા છે કે વિદુરની જેમ એનુ કાઈ ફદિયું પણ ઊપજતું નથી એવી વાત ચોરે અને ચોકે થઈ રહી છે.

- text