સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન અંગે અજાણી વાતો : ભાગ-5

- text


દયાનંદ સરસ્વતીજીની ગુજરાતમાંથી વિદાય, હરીના દ્વારે કુંભનો મેળો, તાંત્રિક ગ્રંથનું અવલોકન, મહંતનુ પ્રલોભન, માંસાહારી પત્યે ધૃર્ણા
હિમાલયની દુર્ગમ પર્વતમાળામા ભ્રમણ વખતે મહા – મુશ્કેલી પડે છે જેથી મૃતવત અવસ્થા: એક વેળાએ દેહત્યાગ સુધીનો વિચાર

ટંકારા : આપણે અગાઉના અંકમાં જોયું કે પિતા પુત્રનો આખરી મિલાપ થાય છે. હવે શુદ્ધચૈતન્ય, બ્રહ્મચારી દયાનંદ સરસ્વતીનું નામકરણ ધારણ કરી સન્યાસી બન્યા બાદ તેઓ વ્યાસ આશ્રમ પહોંચે છે જ્યાં યોગાનંદ નામના યોગ વિશારદ પાસે યોગ ક્રિયાનો અભ્યાસ કરે છે. ત્યાંથી શિનોર આવી દક્ષિણી ચિતપાવન બ્રાહ્મણ કૃષ્ણ શાસ્ત્રી પાસે થોડા સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરે છે. ત્યાં જવાલાનંદપૂરી અને શિવાનંદગીરનો મેળો થાય છે. જે અમદાવાદ જવાના હોવાથી તેને દૂધેશ્વર મહાદેવ મંદિરે આવવા જણાવે છે. આપણા યોગી એક માસ પછી ત્યા પહોચી આગળના વિદ્યાના સિદ્ધાંતો જાણી લે છે. કાલાન્તરના એક પ્રસંગમાં હાજરી આપતા સ્વામીજી કહે છે કે મહાત્મા યોગીઓના પ્રભાવથી મને યોગ ક્રિયા સહિત યોગ વિદ્યાની સારી જાણકારી મળી જેથી હું તેમનો અત્યંત કૃતઘ્ન છું.

હવે આપણા ચરિત્રનાયક ગુજરાતમાંથી વિદાય લે છે અને આબુની પર્વત માળામાં પ્રવાસ કરી અબુદા ભવાની શિખર ઉપર ભવાનીગીરી નામના યોગી પાસે યોગ તત્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી ઉત્તરાખંડના પરિભ્રમણ માટે રવાના થાય છે. સૌપ્રથમ પહોચે છે હરદ્વાર એ વખતે જ કુંભ મેળો ભરાય છે અને અનેક નામી અનામી સંપ્રદાય મઠો ત્યાં પહોંચતા હોય છે. અખાડામા કોલાહલ મચી છે હૈયેહૈયું દળાઈ એટલી માનવ મેદની ઉમટી પડી છે એટલે ભીડથી દુર સ્વામીજી ગંગાની સામેની પારે આવેલા ચંડીના પહાડના જંગલોમાં યોગા અભ્યાસ માટે જતાં રહે છે ત્યાંથી સ્વામીજી યોગની ક્રિયાઓના અભ્યાસમાં વૃદ્ધિ કરે છે. એ સમયમાં ગરમીના દિવસો શરૂ થઈ જાય છે એટલે સાધુ સંતો ઉનાળાની લુ થી બચવા ગંગાના ઉપરના ભાગમાં ચાલ્યા જાય છે પણ યોગીવરને એકાંતનો લાભ લેવો હોય છે એટલે ત્યાં રોકાઈ છે. થોડા સમય પછી ત્યાંથી ટેહરી પ્રદેશમાં આવે છે ત્યા થોડા સ્થાનિક બ્રહ્મચારીનો ભેટો થાય છે એ સમયે ટહેરી ગઢવાલ પ્રાંતની રાજધાની હતી. જેમા વિદ્યાવાન વૃદ્ધ સાધુનું આશ્રય સ્થાન હતું ત્યા સ્થાનિક બ્રહ્મચારી સાથે નિવાસી બને છે. એવામાં માંસાહારને લઈને એક દિવસ ઘટના બને છે. કોઈ એક માણસ સ્વામીજીને ભોજન માટે એમના ઘરે આવવા આમંત્રણ આપે છે. એટલે દયાનંદ સાથે બ્રહ્મચારી એમની ઘરે જાય છે પરંતુ જે દૃશ્ય આંખની સામે જોવે છે એનાથી ખુબ દુઃખી થઈ પરત ઉતારે આવી જાય છે. દયાનંદ સરસ્વતી જોવે છે કે રસોઈ ધરમા ત્યાંના બ્રાહ્મણો માસના કટકા કરી રહા હતા બકરાના માથાનો ભાગ, ચામડા અને લોહી જોયુ થોડીવાર પછી જેણે આમંત્રણ આપ્યું હતું તે ઉતારે ફરી બોલાવવા આવે છે કે આપના માટે તો આજે ખાસ રસોઈ તૈયાર કરી છે. ત્યારે સ્વામી કહે છે હુ તમારા ઘેર ભોજન કદાપી નહિ લઉં કારણકે તમે લોકો માંસાહારી છો મારા માટે માંસાહાર તો દુર મને માસ જોઈને પણ ધૃણા થાય છે.

આ ધટના પછી એક દિવસ સ્થાનિક બ્રહ્મચારીઓ હોય છે તેને પુછે છે કે આ વિસ્તારમાં ક્યા ગ્રંથો અને પુસ્તકો જોવા મળે છે? સામેથી જવાબ આવે છે કે વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ અને તંત્રગ્રંથો જોવા મળે છે. અન્ય ગ્રંથો તો મેં ઘણા બધા જોયા છે. પરંતુ આજે તંત્રગ્રંથોની તમે જે વાત કરો છો એ મે ક્યારેય વાંચ્યાં નથી એટલે સ્થાનિક પંડિતો તંત્ર ગ્રંથોના નાના-મોટા પુસ્તકો વાંચવા માટે આપે છે પણ સ્વામીજી પુસ્તકોના પન્ના ફેરવતા ફેરવતા વ્યાકુળ થઈ જાય છે તંત્ર ગ્રંથોમાં ભ્રષ્ટાચારની વાતો જોવા મળે છે માતા કન્યા બહેન ચમારી ચાંડાલી સાથે સમાગમ, નગ્ન કરી પુજા મર્ધ, માસ મૈથુન પંચમકાર પાંચ પ્રકારોમાં સેવનથી મોક્ષ પ્રાપ્તિ જેવી અનેક ખેદ ધૃણા થાય એવી વાતો આ ગ્રંથોમાં કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ સત્યપ્રકાશ નામનો ગ્રંથોમાં સ્વામીજી લખે પણ છે. તંત્ર આશ્રિત વામમાર્ગના અનાચારની આલોચના કરી છે.

- text

અહીં રોકાયા બાદ દયાનંદને વિચાર આવે છે કે હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓમાં ગ્રહણ કરવું અને ત્યાં ખોજ કરી કંઈક નવુ જાણવાનો પ્રયાસ કરૂ એના માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે બરફથી ઢંકાયેલી ધનધોર ધટાટોપ જંગલ ખૂંદવા માંડ્યા છે. હિમાલય સ્વામીજીએ ફરવાનું ચાલુ કરી દીધું પરંતુ તેમની સામે મહા મુશ્કેલી આવી આગળ જતો માર્ગ તેઓ ભૂલી ગયા થોડે દૂર પહોંચીને જોયું તો ચારે તરફ પહાડો પહાડો હતા. આગળ જવાનો કોઈ પણ રસ્તો દેખાતો ન હતો ત્યાંથી એ વિચાર કર્યો કે હવે શું કરવું? થોડી વાર પછી રાત પડી જશે અને પાણી કે અગ્નિ નથી તો રાત કેમ કાઢવી? એટલે ઘાસ અને ઝાડને પકડી પકડીને નીચે ઉતરવા માંડ્યા જેમા નાના કાંટા ધુસી ગયા વસ્ત્રો પણ ફાટી ગયા ને મહામુશ્કેલીએ પહાડમાંથી સ્વામીજી બહાર નીકળ્યા.

આ મુશ્કેલીનો રસ્તો પાર કરી ઓખીમઠ રોકાયા પરંતુ અહીંયા ન બનવું જોઈએ એવું બને છે અહિના મુખ્ય મહંત આપણા દયાનંદના બ્રહ્મચર્યનુ ઓજ, વૈરાગ્ય, તિતિક્ષા અને સાધનાની ર્દઢતા જોઈ અને શિષ્ય બનાવી લાખોની સંપત્તિનો માલિક બનાવવા અને પોતાનો વારસદાર અને ગાદીનો મહંતનું પ્રલોભન આપે છે પરંતુ દયાનંદ સરસ્વતી એમને ઉત્તર આપે છે જો મને ધનસંપત્તિની લાલસા હોત તો મારા પિતાની સંપત્તિ તમારા કરતાં અનેક ગણી અધિક હતી તો શા માટે હુ ગૃહ ત્યાગ કરેત. સ્વામીજી ત્યારે શબ્દો ઉચ્ચારે છે કે હું તો સત્ય, વિદ્યા, યોગ, મોક્ષ આત્માની પવિત્રતા વગેરે ગુણો દ્વારા ધર્માત્માપૂર્વક ઉન્નતિ કરવા માટે નીકળ્યો છું. એમ કહી સ્વામીજી ત્યાથી નીકળી અને જોશીમઠ પહોંચે છે ત્યાંથી બદ્રીનારાયણ ત્યાથી અલકનંદાના તટ પર પહોચે છે જ્યા એક દિવસ ભયંકર કષ્ટ અને જીવ્યા કે મર્યા જેવી સ્થિતિમાં જતા રહે છે. પેટની જઠરાગ્નિ ઠારવા બરફના ટુકડા પણ બાકોડા ભરી લે છે. પગમાં મોટા મોટા ચિરા પડે છે અને અશક્ત ગભરાટથી ભરેલા હલન ચલન કરવામાં અસમર્થ બની જીવવાની શક્યતા નહિવત હતી એવામાં બે પહાડી જણા પણ ભેટો થયો છે જે એની સાથે આવવા વિનંતી કરે છે તો પણ પ્રભુ પ્રસ્થાન કરતા નથી જેથી એ માનવી જતા રહે છે. પછી સ્વામી મનો મન ત્યા સુધી વિચારી લે છે કે અહિથી એક ડગલું ચાલવું એના કરતા મરી જવુ સારૂ. પણ વિચાર કરતા કરતા મનોબળ મજબુત કરી આગળ ચાલે છે અને વસુંધરા તિર્થે પહોચે છે જ્યા આરામ કરી પરત બદ્રીનાથ પહોંચી જાય છે. ત્યાથી તંદુરસ્ત બની ફરી જંગલી રસ્તા ઓળંગતા આગળ વિદ્યાવાન યોગીના દર્શન કરવા માટે ગંગાતટ ભ્રમણ કરવા નિકળ્યા જયા તેમની ઈરછા પરીપુર્ણ ન થતા દેહત્યાગ સુધીનો વિચાર કરી લિધો! પણ યોગીએ નિરાશાની ક્ષણોને પલભરમા ખંખેરી એમ કહીને વિસરાવી નાખ્યો કે “મરી જવું એ કોઈ પુરૂષાર્થ નથી. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરી પરોપકાર કરવો એ જ ખરો પુરૂષાર્થ છે ” (ક્રમશઃ)

- text