ચોથા સંતાનની ખોટી વિગત જાહેર કરનાર ત્રાજપર ગ્રામ પંચાયતના સરપંચ ગેરલાયક

- text


હરીફ ઉમેદવારે કરેલી ફરિયાદને પગલે મોરબી તાલુકા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી દૂર કરવા કર્યો હુકમ

મોરબી : મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતની અગાઉ ચૂંટણી દરમિયાન ચાર-ચાર સંતાનોના પિતા હોવા છતાં સૌથી નાના સંતાનની જન્મ તારીખમાં ઘાલમેલ કરી ચૂંટણી લડીને સરપંચ બન્યા હોવાની હરીફ ઉમેદવારે ફરિયાદ કર્યા બાદ આ અંગેની તપાસમાં સરપંચે ચાર-ચાર સંતાનોના પિતા હોય ચૂંટણી લડીને પંચાયત અધિનયમનો ઉલાળીયો કર્યો હોવાનું બહાર આવતા હાલના તબક્કે ટીડીઓ ત્રાજપર ગામના સરપંચને સસ્પેન્ડ કરી દીધા છે.

મોરબીના ત્રાજપર ગામના સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયાને ચાર-ચાર સંતાનો હોવાથી છતાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચોથા સૌથી નાની વયના સંતાનની જન્મ તારીખમાં ઘાલમેલ કરી હોવાની ગત તા.8 ડિસેમ્બરના રોજ તેમના જ હરીફ ઉમેદવાર જશુબેન પરસોતમભાઈ સબરીયાએ ચૂંટણી તંત્રને ફરિયાદ કરી હતી. જેમાં 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઉમેદવારી પત્રમાં ચાર સંતાનનો ઉલ્લેખ કર્યો હતો.પણ સૌથી નાના ચોથા નબરના સંતાનનો જન્મ 2004માં થયો હોવાનું દર્શાવ્યું હતું.જોકે પંચાયત અધિનયમ 2005ના અધિનયમ મુજબ બે કરતા વધુ બાળક હોય એ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. આથી જયંતિભાઈ માધુભાઈ વરાણીયાએ ચૂંટણી લડવા માટે પોતાના ચોથા નબરના સંતાનની જન્મ તારીખ છુપાવીને પંચાયત અધિનયમનો ભંગ કર્યો હોવાની ફરિયાદ થતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

- text

તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને નોટિસ પાઠવી જન્મ નોંધણીના રજીસ્ટર સાથે તલાટી મંત્રીને પણ બોલાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં જન્મ રજીસ્ટર ચેક કરતા સરપંચના ચોથા પુત્રનો જન્મ 2005 પછી થયાનું સામે આવ્યું હતું. આથી ગુજરાત પંચાયત અધિનયમ મુજબ ત્રાજપર ગામના સરપંચ ગેરલાયક ઠરતા હોય તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે કાર્યવાહી કરી હતી. આ સંજોગોમાં જયંતીભાઈ માધુભાઈ વરાણીયાએ ઉમેદવારી ફોર્મમાં ખોટી હકીકત દર્શાવેલ હોવાથી હરીફ ઉમેદવારની રજુઆત બાદ મોરબી તાલુકા પંચાયતના વિકાસ અધિકારી ડી.એચ કોટકે આ અંગેનો કેસ ચલાવી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30/1/ત મુજબ ગેરલાયક ઠેરવી હોદા ઉપરથી દૂર કરવા હુકમ કર્યો છે, આ મામલે ગેરલાયક ઠરેલ સરપંચ દ્વારા અપીલમાં જઈ કાનૂની લડત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text