મોરબી જિલ્લામાં ત્રીજી લહેરમાં કોરોના છ માનવ જિંદગી ભરખી ગયો

- text


ડિસેમ્બરમાં 17 કેસની સામે જાન્યુઆરીમાં 3607 લોકો કોરોના પોઝિટિવ, ફેબ્રુઆરીમાં 13 દિવસમાં 560 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં ત્રીજી લહેર દરમિયાન હાહાકાર મચાવનાર કોરોના આખરે હવે ઢીલોઢફ થઈ ગયો છે. ઠંડીની સાથે હવે કોરોનાએ પણ બિસ્તર પોટલા પેક કરી દેતા કોરોનાની વિદાય હવે નિશ્ચિત મનાઈ રહી છે. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના જાન્યુઆરી માસમાં ટોપ ઉપર હતો. જેમાં ડિસેમ્બરમાં 17 કેસ નોંધાયા બાદ જાન્યુઆરીમાં જબરદસ્ત ઉછાળા સાથે અધધધ 3607 કેસ નોંધાયા હતા અને કોરોના છ-છ માનવ જિંદગીઓને ભરખી ગયો હતો.

મોરબી જિલ્લામાં 22 જાન્યુઆરીથી કોરોનાની ત્રીજી ઈનિંગ શરૂ થઈ હતી. જો કે પ્રારંભિક તબક્કે કોરોનાએ માત્ર પ્લેડ કરતા ડિસેમ્બરમાં એનો સ્કોર 17 કેસનો થયો હતો. પણ જેવી જાન્યુઆરી માસની શરૂઆત થઈ તેની સાથે જ કોરોનાએ બમણા જોર ફટકબાજી કરી હતી. આથી કોરોનાની આ ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં સૌથી વધુ 3607 કેસ નોંધાયા હતા. જો કે ડિસેમ્બરમાં એક પણ કોવિડ ડેથ થયું ન હતું. પણ જાન્યુઆરીમાં એક કોવિડ ડેથ થયું હતું. જો કે ફ્રેબ્રુઆરી શરૂ થતાની સાથે જાણે કોરોનાએ પેવેલિયન તરફ ગતિ કરતા હોય એમ એનો પારો સડસડાટ નીચે ઉતર્યા હતો.

- text

ફ્રેબ્રુઆરી માસની શરૂઆતમાં જ કોરોના હાંફી ગયો હતો. જાન્યુઆરીમાં જે દરરોજ 350 જેટલા કેસ આવતા હવે ફ્રેબ્રુઆરીમાં ધીરેધીરે ઘટીને 20 ની આસપાસ પહોંચી ગયા હતા. ફ્રેબ્રુઆરી માસમાં કેસ તો ઘટયા પણ કોવિડ ડેથ વધ્યા હતા. જેમાં ફ્રેબ્રુઆરીમાં પાંચના મોત થયા હતા. જો કે આ લોકો મોટી વયના હતા અને તેમને બીજી બીમારીઓ પણ હતી. ફ્રેબ્રુઆરીમાં 13 તારીખ સુધીમાં 560 કેસ નોંધાયા હતા. હવે તો દરરોજના 5 થી 15ની આસપાસ જ કેસ નોંધાઈ છે. એટલે પરિસ્થિતિ એકદમ નિયત્રણ હેઠળ ગણાવી શકાય એમ છે. કેસની સામે રીકવરની સ્થિતિ જોઈએ તો ડિસેમ્બરમાં શરૂઆતમાં રિકવરીની સંખ્યા ઓછી હતી. પણ જાન્યુઆરીની મધ્યે કેસ વધવાની સાથે રિકવરી પણ વધી હતી. એટલે જાન્યુઆરીમાં 3607 કેસની સામે 2653 રિકવર થઈ હતા અને ફ્રેબ્રુઆરીમાં રિકવરી ખૂબ ઉંચી જતા 560 કેસની સામે 1383 રિકવર થયા હતા. આમ ત્રીજી લહેરમાં કુલ 4184 કેસ સામે 4038 રિકવર થતા હવે 141 કેસ જ એક્ટિવ રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text