મોરબી અને વાંકાનેરમાં બે ચોરાઉ બાઈક સાથે ત્રણ ઝડપાયા

- text


સંતકૃપા હોટલ લાલપરી નજીકથી હળવદની તસ્કર બેલડી અને વાંકાનેરમાં સુરેન્દ્રનગરનો વાહનચોર પકડાયો

મોરબી : મોરબી અને વાંકાનેરમાં પોલીસે બે ચોરાઉ મોટર સાયકલ સાથે ત્રણ વાહન ઉઠાવગીરને ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસે લાલપર નજીક સંતકૃપા હોટેલ પાસેથી થાનના મુકેશભાઇ ધુળાભાઇ ડાભી અને છેલા રણછોડ ચાવડાને લક્ષ્મીનગર – ભરતનગર વચ્ચે આવેલ ક્રિષ્નલીલા હોટલ માથી ચોરેલા 25 હજારની કિંમતના હોન્ડા ડ્રિમ સાથે ઝડપી લીધા હતા.

જયારે વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગરના કલ્પેશ અશોકભાઈ દુધરેજીયાને રૂપિયા 15 હજારની કિંમતના ચોરાઉ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ઝડપી લઈ સુરેન્દ્રનગરની વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text