માળીયાના ખીરઈ ગામે ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો

- text


મોરબી : માળીયા પોલીસે આજે બાતમીના આધારે ગેરકાયદે બંદૂક સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ ટીમે માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતા હનીફભાઈ મુરાદભાઈ કટિયા (ઉ.વ.26) ના મકાનમાંથી ગેરકાયદે રૂ.5 હજારની કિંમતની સિંગલ બેરલ બારબોરની બંદકુ ઝડપી આરોપીની ધરપકડ કરી હતી.તેમજ આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text