મેડિકલ એડમિશનમાં હળવદની સ્કુલનો ડંકો

- text


એમબીબીએસ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં જ તક્ષશિલા સાયન્સ સ્કૂલના ચાર વિદ્યાર્થી પસંદ થયા

હળવદ: મેડિકલ કાઉન્સિલ દ્વારા નીટ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની MBBS મા એડમિશન માટેનો પહેલો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો.આ પહેલા રાઉન્ડમાં જ હળવદની તક્ષશિલા સાયન્સ સ્કુલના એક સાથે ચાર વિદ્યાર્થીઓએ મેડિકલમાં એડમિશન મેળવી શાળાનું અને હળવદનું ગૌરવ વધાર્યું છે.

એમબીબીએસ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં પટેલ દ્રષ્ટિ,વાઘેલા આરતી, સોલંકી પ્રિન્સ,રાઠોડ વિજયએ ગુજરાતની નામાંકિત વિવિધ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ફિઝીક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજીના વિવિધ નીટના ક્લાસમાં તક્ષશિલા સાયન્સ સ્કુલે આ ચારેય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રિઝલ્ટ અપાવી સરકાર તરફથી વિવિધ શિષ્યવૃત્તિ માટે પ્રવેશપાત્ર બનાવ્યા છે.

- text

આ તકે શાળાના મેનેજિંગ ડિરેક્ટર ડો.મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે સરકારની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ મેળવી આ ચારેય વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ખર્ચ વિના MBBS પાસ કરશે તેનું ગૌરવ તક્ષશિલા સાયન્સ સ્કુલે મેળવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text